Home> Entertainment
Advertisement
Prev
Next

Munmun Dutta ના માર્ગ પર ચાલી Yuvika Chaudhary, કરી આ ભૂલ; ઉઠી ધરપકડની માંગ

તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) 'બબીતા ​​જી' એટલે કે 'મુનમુન દત્તા'નો (Munmun Dutta) એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ધરપકડની માંગ કરી હતી

Munmun Dutta ના માર્ગ પર ચાલી Yuvika Chaudhary, કરી આ ભૂલ; ઉઠી ધરપકડની માંગ

નવી દિલ્હી: તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) 'બબીતા ​​જી' એટલે કે 'મુનમુન દત્તા'નો (Munmun Dutta) એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ધરપકડની માંગ કરી હતી. આ કેસ એટલો વધી ગયો હતો કે અભિનેત્રી સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. અભિનેત્રીએ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે આવી જ માંગ અભિનેત્રી યુવિકા ચૌધરી (Yuvika Chaudhary) માટે પણ ઉઠી રહી છે.

fallbacks

જાતિસૂચક શબ્દનો યુવિકા ચૌધરી કર્યો ઉપયોગ
યુવિકા ચૌધરીએ તાજેતરમાં એક વીડિયો બ્લોગ બનાવ્યો હતો જેમાં તેણે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રી પર ગુસ્સે છે. લોકો યુવિકાને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. યુવિકા સામે ટ્વિટર પર અરેસ્ટેડ યુવિકા ચૌધરી (#ArrestYuvikaChoudhary) ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ પણ વાંચો:- 'Sex' માટે દેશી ગર્લની પાછળ પડી ગઈ હતી એક મહિલા, પ્રિયંકાએ માંડ માંડ છોડાવ્યો પીછો!

માફી માંગવા માટે કર્યું ટ્વીટ
યુવીકા ચૌધરીના (Yuvika Chaudhary) આ વીડિયો પર લોકો ટ્વીટ કરીને માફી માંગવાની સાથે તેમની ધરપકડની પણ માંગ કરી રહ્યા છે. આ વાત ટ્રેન્ડમાં આવતાની સાથે જ તે યુવિકાએ માફી માંગી. યુવિકાએ એક ટ્વીટમાં લખ્યું છે કે તે શબ્દનો અર્થ જાણતી નથી અને આ કારણે જો કોઈની લાગણી દુભાય તો તેણે માફી માંગું છું.

આ પણ વાંચો:- Happy Birthday Karan Johar: આ કારણથી અત્યાર સુધી કુંવારા છે Karan Johar, એક તરફી પ્રેમમાં તૂટ્યું હતું દિલ

યુવિકાએ માંગી માફી
યુવિકા ચૌધરીએ (Yuvika Chaudhary) એક ટ્વીટમાં લખ્યું છે, 'હેલો મિત્રો, મારા છેલ્લા વીડિયો લોગમાં મેં જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તેનો ચોક્કસ અર્થ મને ખબર નહોતી. મારો હેતુ કોઈને દુ:ખ પહોંચાડવાનો નહોતો. હું કોઈને પરેશાન કરવાનું કામ નથી કરી શકતી. હું દરેક વ્યક્તિની માફી માંગું છું. હું આશા રાખું છું કે તમે બધા મારી વાત સમજી શકશો. બધાને પ્રેમ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More