Home> Entertainment
Advertisement
Prev
Next

ઝહીર ઇકબાલ પોતાની ડેબ્યૂ ફિલ્મમાં ભજવી રહ્યા છે બેવડી ભૂમિકા, શુક્રવારે થશે રિલીઝ!

નવોદિત ઝહીર ઇકબાલ અને પ્રનૂતન અભિનિત ફિલ્મ ''નોટબુક'' આ શુક્રવારે રિલીઝ થવા માટે તૈયાર છે. ટ્રેલર અને ગીતો સાથે દર્શકોનું મન મોહી લીધા બાદ, હવે બધાની નજરો આ ફિલ્મની રિલીઝ પર ટકેલી છે, દરેક કોઇ આ અનોખી પ્રેમ કથાને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. 

ઝહીર ઇકબાલ પોતાની ડેબ્યૂ ફિલ્મમાં ભજવી રહ્યા છે બેવડી ભૂમિકા, શુક્રવારે થશે રિલીઝ!

મુંબઇ: નવોદિત ઝહીર ઇકબાલ અને પ્રનૂતન અભિનિત ફિલ્મ ''નોટબુક'' આ શુક્રવારે રિલીઝ થવા માટે તૈયાર છે. ટ્રેલર અને ગીતો સાથે દર્શકોનું મન મોહી લીધા બાદ, હવે બધાની નજરો આ ફિલ્મની રિલીઝ પર ટકેલી છે, દરેક કોઇ આ અનોખી પ્રેમ કથાને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. 

fallbacks

ફિલ્મમાં નવોદિત ઝહીર ઇકબાલ એક નહી પરંતુ બેવડી ભૂમિકામાં જોવા મળશે. પોતાની ડેબ્યૂ ફિલ્મમાં ઝહીર ટીચર ઉપરાંત એક આર્મી સૈનિકની ભૂમિકામાં પણ જોવા મળશે. ફિલ્મના કેટલા સીનમાં અભિનેતા સેનાની વર્દીમાં જોવા મળશે. તે ફિલ્મમાં ખૂબ ઓછા સમય માટે સોલ્ઝર બન્યા છે પરંતુ પડદા પર ભારતીય આર્મીના અધિકારીનું પાત્ર ભજવવા માટે ગર્વ અનુભવી રહ્યા છે.

ઝહીર ઇકબાલ રિયલ આ ક્ષેત્રે કરી ચૂક્યા છે કામ, નોટબુક સાથે કરી રહ્યા છે ડેબ્યૂ!

ઝહીર ઇકબાલને ભારતીય સેના પર ગર્વ છે અને તે પોતાને ખુશનસીબ ગણે છે તેમણે પહેલી ફિલ્મમાં થોડા સમય માટે પણ એક ભારતીય આર્મી અધિકારીનું પાત્ર ભજવવાની તક મળી છે. સલમાન ખાન ફિલ્મ્સની નોટબુકમાં અભિનેતાના આ બે પાસાઓએ ફિલ્મ પ્રત્યે દર્શકોને વધુ  આકર્ષિત કરી દીધા છે.

કાશ્મીરની સુંદર વાદીઓમાં શૂટ કરવામાં આવી છે, નોટબુક નેશનલ એવોર્ડ વિજેતા નિતિન કક્કડ દ્વારા નિર્દેશિત છે અને તેને સલમાન ખાન પ્રસ્તુત કરવામાં આવી છે. ફિલ્મની સાથે ઝહીર ઇકબાલ અને પ્રનૂતન બોલીવુડમાં પોતાની શરૂઆત કરી રહ્યા છે. કાશ્મીરની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત ''નોટબુક'' દર્શકોને એક રોમેન્ટિક સફર પર લઇ જશે, જેને જોઇને તમારા મનમાં પ્રશ્ન ઉદભવશે કે શું તમે કોઇ એવા વ્યક્તિ સાથે પ્રેમમાં પડી શકો છો જેને તમે ક્યારેય મળ્યા નથી? 

ફિલ્મ નોટબુક માટે બનાવ્યો એક અનોખા પ્રકારનો ફ્લોટિંગ સેટ

નોટબુકમાં બે પ્રેમી ફિરદૌસ અને કબીરની પ્રામાણિક કહાણી સાથે-સાથે કલાકારોની દમદાર કાસ્ટિંગ જોવા મળશે જે કહાણીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 29 માર્ચ 2019ના રોજ રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More