Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: રિલીઝ થયું 'London Confidential' નું ટીઝર, મૌની રોયનો જોવા મળ્યો નવો અવતાર

ભારતમાં સૌથી મોટા ઓરિજનલ કન્ટેન્ટ નિર્માતા ઝી5 (ZEE5) દ્વારા બેક ટૂ બેક અનોખી ઓરિજનલ ફિલ્મો અને સીરીઝ સાથે દર્શકોનું ખૂબ મનોરંજન કરાવવામાં આવી રહ્યું છે. હવે વીડિયો સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ દ્વારા તાજેતરમાં જ 'લંડન કોન્ફિડેન્શિયલ' (London Confidential) જાહેરાત કરવામાં આવી છે. 

VIDEO: રિલીઝ થયું 'London Confidential' નું ટીઝર, મૌની રોયનો જોવા મળ્યો નવો અવતાર

નવી દિલ્હી: ભારતમાં સૌથી મોટા ઓરિજનલ કન્ટેન્ટ નિર્માતા ઝી5 (ZEE5) દ્વારા બેક ટૂ બેક અનોખી ઓરિજનલ ફિલ્મો અને સીરીઝ સાથે દર્શકોનું ખૂબ મનોરંજન કરાવવામાં આવી રહ્યું છે. હવે વીડિયો સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ દ્વારા તાજેતરમાં જ 'લંડન કોન્ફિડેન્શિયલ' (London Confidential) જાહેરાત કરવામાં આવી છે, જે એક અનોખી પરિસ્થિતિગત સ્પાય- થ્રિલ્લાર ફ્રેન્ચાઇઝ છે. જેનું ટીઝર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. લેખક એસ હુસૈન જૈદી દ્વારા રચિત (London Confidential) 18 સપ્ટેમ્બરના રોજ ZEE5 પર પ્રીમિયર માટે તૈયાર છે. 

fallbacks

ડ્રગ્સ લેતી હતી રિયા ચક્રવર્તી, સુશાંતની ચા-કોફી-પાણીમાં પણ આપતી હતી Drugs: સૂત્ર

આ ટીઝર લંડનની પૃષ્ઠભૂમિ પર છે, જેમાં મૌની રોય, પૂરબ ખોલી અને કુલરાજ રંધાવા અંડરકવર એજન્ટની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. સ્ટોરી સંક્રમણ ફેલાવવાના કાવતરું પાછળનો સ્ત્રોત શોધવાની આસપાસ ફરે છે, જે ટાઇમ બોમ્બની જેમ વિસ્ફોટ માટે તૈયાર કરવામાં આવે છે. આ ટીઝરમાં મૌની રોયનો નવો અવતાર જોવા મળી રહ્યો છે. 

બસમાં માણો 'દિલ્હીથી લંડન' સુધીના પ્રવાસની મજા, ફક્ત લાગશે આટલા દિવસ

એસ. હુસૈન ઝૈદી રચિત આ ફિલ્મમાં મૌની રૉય અને પૂરબ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત કુલરાજ રંધાવા, સાગર આર્ય, પરવેશ રાણા, જસ બિનાગ, દિલજોન સિંહ અને કિરેન જોગી પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે. આ ફિલ્મને અજય જી રાય અને મોહિત છાબડા પ્રોડ્યુસ્ડ આ ફિલ્મને કંવલ સેઠી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More