Home> Entertainment
Advertisement
Prev
Next

Zee Cine Awards 2023 winners list: ઝી સિને એવોર્ડ્સમાં કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાનાની ધમાલ, એવોર્ડ વિનર્સની યાદી

Zee Cine Awards 2023 winners list: જેની ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કે બોલીવુડના પ્રતિષ્ઠિત એવા ઝી સિને એવોર્ડ્સ 2023નું આયોજન ગત રાતે મુંબઈમાં થયું. આ એવોર્ડ્સના વિજેતાઓની હજુ જોકે અધિકૃત રીતે જાહેરાત થઈ નથી પરંતુ કાર્યક્રમમાં જેને એવોર્ડ મળ્યા તેની યાદી અહીં અમે રજૂ કરી રહ્યા છીએ. જુઓ કોણે કયો એવોર્ડ જીત્યો...

Zee Cine Awards 2023 winners list: ઝી સિને એવોર્ડ્સમાં કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાનાની ધમાલ, એવોર્ડ વિનર્સની યાદી

જેની ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કે બોલીવુડના પ્રતિષ્ઠિત એવા ઝી સિને એવોર્ડ્સ 2023નું આયોજન ગત રાતે મુંબઈમાં થયું. આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન, કિયારા અડવાણી, વરુણ ધવન, શાહિદ કપૂર, ટાઈગર શ્રોફ, સહિત અનેક કલાકારોએ હાજરી આપી. ઈવેન્ટના રેડ કાર્પેટ ફોટા હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ પણ થઈ રહ્યા છે. બોની કપૂર,  વિવેક અગ્નિહોત્રી, રાજકુમાર સંતોષી, અયાન મુખર્જી જેવા ફિલ્મમેકર્સ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 

fallbacks

આ એવોર્ડ્સના વિજેતાઓની હજુ જોકે અધિકૃત રીતે જાહેરાત થઈ નથી પરંતુ કાર્યક્રમમાં જેને એવોર્ડ મળ્યા તેની યાદી અહીં અમે રજૂ કરી રહ્યા છીએ. આલિયા ભટ્ટ હાલ બોલીવુડ પર જાણે રાજ કરી રહી હોય તેવું દેખાય છે. હાલમાં જ તેને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો અને ઝી સિને એવોર્ડ્સમાં પણ તેના ફાળે બે એવોર્ડ ગયા. અયાન મુખર્જીની  બ્રહ્માસ્ત્રને પણ કેટલાક એવોર્ડ મળ્યા. દક્ષિણ ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાના પણ એવોર્ડ લઈ ગઈ. જુઓ એવોર્ડ મેળવનારાઓની યાદી....

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે આ શું બોલી ગયા? PM મોદી પર આપ્યું વિવાદિત નિવેદન

Video: Mayya Mayya ગીત પર છોકરીએ કર્યો હોટ બેલી ડાન્સ, લોકો પાણી પાણી થઈ ગયા

રશિયા-યુક્રેન જંગ પર પીએમ મોદીનું નિવેદન, જણાવ્યું શું ભૂમિકા ભજવી શકે છે ભારત

Zee Cine Awards 2023 complete winners list

બેસ્ટ એક્ટર (મેલ)- કાર્તિક આર્યન (ભૂલ ભૂલૈયા 2)

બેસ્ટ એક્ટર (ફિમેલ)- આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)

બેસ્ટ ફિલ્મ- ધ કાશ્મીર ફાઈલ્સ (વ્યૂઅર્સ ચોઈસ)

બેસ્ટ અભિનેત્રી- આલિયા ભટ્ટ (ડાર્લિંગ્સ) વ્યૂઅર્સ ચોઈસ

બેસ્ટ અભિનેતા- અનુપમ  ખેર (ધ કાશ્મીર ફાઈલ્સ) વ્યૂઅર્સ ચોઈસ

પર્ફોર્મર ઓફ ધ યર (મેલ)- વરુણ ધવન (જુગ જુગ જીયો અને ભેડિયા)

પર્ફોર્મર ઓફ ધ યર (ફિમેલ)- કિયારા અડવાણી (જુગ જુગ જીયો અને ભૂલ ભૂલૈયા 2)

બેસ્ટ ડેબ્યૂ: રશ્મિકા મંદાના (ગુડબાય)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ- અનિલ કપૂર (જુગ જુગ જીયો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More