નવી દિલ્હી : વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી ઝીનત અમાનને પોતાની પાનીપત ફિલ્મ માટે આશુતોષ ગોવારીકરે સાઇન કરી હોવાની જાણકારી મળી હતી. એક સમયે ઝીનતે બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે જબરદસ્ત જોડી બનાવી હતી. 'પાનીપત'નું શૂટિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું. આશુતોષે કહ્યું હતું કે ફિલ્મમાં ઝીનત કરશે અને તેમના કેરેક્ટરનું નામ સકીના બેગમ હશે. તેઓ આ અઠવાડિયાના અંત સુધીમાં શૂટિંગ કરશે. આ પહેલાં આશુતોષે ફિલ્મ 'ગવાહી'માં ઝીનત અમાન સાથે કામ કર્યું હતું.
Revealing #Panipat’s Sakina Begum! The graceful #ZeenatAman ji joins us on this beautiful journey! Welcome aboard!@duttsanjay @arjunk26 @kritisanon @AshGowariker #SunitaGowariker @visionworldfilm @RohitShelatkar pic.twitter.com/Lulp6moua3
— AGPPL (@agppl) June 17, 2019
ઝીનત અમાનના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. તેનો મોટો ચાહક છે અભિષેક બચ્ચન. અભિષેક અને ઝીનત અમાનની એક ક્યુટ સ્ટોરી છે. એક ચેટ શો દરમિયાન અભિષેક બચ્ચને આ ખુલાસો કર્યો કે તેની ફર્સ્ટ લવ કોઈ અન્ય નહીં પરંતુ સેંસેશનલ ઝીનત અમાન હતી. અભિષેક જ્યારે બાળક હતો ત્યારે તે ઝીનતનો ખૂબ જ પસંદ કરતો હતો. એક ઘટનાને યાદ કરતા અભિષેકે કહ્યું કે તે સમયે પિતા અમિતાભ બચ્ચન સાથે હિમાચલ પ્રદેશમાં ફિલ્મના શૂટિંગમાં સાથે ગયો હતો, જ્યાં તેમની સાથે ઝીનત અમાન પણ હતી. તેમણે કહ્યું કે તે સમયે સેટ પર ઝીનત સાથે જ રમતો હતો તે સમયે મારી ઉંમર 5 વર્ષની હશે. એક રાત્રે ડિનર બાદ ઝીનત પોતાના રૂમમાં જઈ રહી હતી ત્યારે ઝીનતને અભિષેકે પૂછ્યું કે તે કોની સાથે સૂવા જઈ રહી છે? ત્યારે ઝીનતે તેને જવાબ આપ્યો કે તે એકલી જ સૂવે છે તે સાંભળી અભિષેક ચોંકી ગયો. તે સમયે અભિષેક બાળક હતો અને તેને એકલા સૂવાનો કોન્સેપ્ટ ખબર જ ન હતી. તેટલા માટે તેણે બીજી વખત ભોળપણ સાથે પૂછ્યું કે શું તે તેમની સાથે સૂઈ શકે છે? ત્યારે ઝીનતે મસ્તી ભર્યા અંદાઝમાં જવાબ આપ્યો કે, ‘થોડી ઉંમર મોટી થઈ જવા દે પછી’.
ટેલિવિઝનની સુપરહોટ જોડી થઈ અલગ, તમામ વિગતો એક ક્લિક પર
આશુતોષના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ ત્રીજા પાનીપતના યુદ્ધ પર આધારિત છે. આ યુદ્ધ 14 જાન્યુઆરી, 1761માં મરાઠા તથા અફઘાની શાસક અહમદ શાહ અબ્દાલીના સૈન્ય વચ્ચે થયું હતું. આ ફિલ્મમાં અર્જુન કપૂર, ક્રિતિ સેનન તથા સંજય દત્ત છે. આશુતોષ ગોવારીકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ 6 ડિસેમ્બર, 2019ના દિવસે રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે