Home> Entertainment
Advertisement
Prev
Next

BOX OFFICE : પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી શકે છે 'ZERO', વિચારી પણ નહીં શકો આંકડો

આ ફિલ્મમાં શાહરૂખ ખાન 'બઉઆ'ના રોલમાં જોવા મળી રહ્યો છે

BOX OFFICE : પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી શકે છે 'ZERO', વિચારી પણ નહીં શકો આંકડો

નવી દિલ્હી : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ચર્ચિત ફિલ્મ 'ઝીરો' આજે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો દેખાવ કરશે એ તો ટૂંક સમયમાં ખબર પડશે પણ ફિલ્મ સમીક્ષક પોતાનો અંદાજ જણાવી રહ્યા છે. ફિલ્મ સમીક્ષક સુમિત કાદેલના દાવા પ્રમાણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 35થી 40 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. 

fallbacks

fallbacks

જાણકારોના મત પ્રમાણે 'Zero' શાહરૂખના જીવનની સૌથી મોટી ફિલ્મ છે અને આ ફિલ્મને સફળ બનાવવા માટે શાહરૂખ કોઈ કસર બાકી રાખવા નથી માગતો. શાહરૂખ આ ફિલ્મમાં એક વામન વ્યક્તિનો રોલ ભજવી રહ્યો છે જેના માટે તેણે બહુ આકરી મહેનત કરી છે. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય અનુષ્કા અને કેટરિના મુખ્ય ભુમિકા ભજવી રહ્યા છે.

શું કામ જોવી જોઈએ શાહરૂખ ખાનની 'ZERO' ? જાણો પાંચ પોઇન્ટમાં

હાલમાં ન્યૂઝ એજન્સી આઇએએનએસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે માહિતી આપી હતી કે ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ. રાયે કડક શબ્દોમાં આ ફિલ્મની કોઈ જ માહિતી જાહેર ન કરવાની સૂચના આપી હતી. આ કારણે જ ફિલ્મની રિલીઝ સુધી એની સ્ટોરી વિશે કોઈ ખુલાસો નહોતો થયો. મળતા સમાચાર પ્રમાણે ઝીરોના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ 100 કરોડ રૂ.માં વેચવામાં આવ્યા છે અને એનો નિર્માણ ખર્ચ 300 કરોડ રૂ. કરતા વધારે છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More