Home> Entertainment
Advertisement
Prev
Next

ફિલ્મ નોટબુક માટે બનાવ્યો એક અનોખા પ્રકારનો ફ્લોટિંગ સેટ

ઝહીર ઇકબાલ અને પ્રનૂતન અભિનીત તથા નિતિન કક્કડ નિર્દેશિત ફિલ્મ નોટબુક માટે નિર્માતાઓએ એક અનોખો ફ્લોટિંગ સેટ બનાવ્યો હતો જે પોતાનામાં અનોખો હતો. ફિલ્મમાં 2007 દરમિયાનની કહાણી બતાવવામાં આવી છે અને ફિલ્મમાં એક તળાવની વચ્ચે એક સ્કૂલ પર કહાણી કેંદ્વિત છે, એટલા માટે નિર્માતાઓએ એક સેટ બનાવ્યો, જે પાણીની વચ્ચે ઉભો છે.

ફિલ્મ નોટબુક માટે બનાવ્યો એક અનોખા પ્રકારનો ફ્લોટિંગ સેટ

મુંબઇ: ઝહીર ઇકબાલ અને પ્રનૂતન અભિનીત તથા નિતિન કક્કડ નિર્દેશિત ફિલ્મ નોટબુક માટે નિર્માતાઓએ એક અનોખો ફ્લોટિંગ સેટ બનાવ્યો હતો જે પોતાનામાં અનોખો હતો. ફિલ્મમાં 2007 દરમિયાનની કહાણી બતાવવામાં આવી છે અને ફિલ્મમાં એક તળાવની વચ્ચે એક સ્કૂલ પર કહાણી કેંદ્વિત છે, એટલા માટે નિર્માતાઓએ એક સેટ બનાવ્યો, જે પાણીની વચ્ચે ઉભો છે.

fallbacks

રસપ્રદ વાત એ છે કે તેને બનાવવામાં 30 દિવસનો સમય લાગ્ય હતો 80 ક્રૂ સભ્યોએ દરરોજ ચોવીસ કલાક કામ કર્યું છે. આ અસાધારણ સેટને બે યુવા છોકરીઓ ઉર્વી અશર અને શિપ્રા રાવલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, તેમણે ફિલ્મ નોટબુકના સેટ માટે આર્ટ ડિઝાઇનરોના રૂપમાં કામ કર્યું છે.

આ ફ્લોટિંગ સેટ વિશે વાત કરતાં, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક નિતિન કક્કડે કહ્યું કે આ પહેલીવાર છે કે જ્યારે હું એક વાસ્તવિક સ્થાન પર બનાવવામાં આવેલા સેટ પર શૂટિંગ કરવામાં આવ્યું છે. આર્ટ ડિઝાઇનર ઉર્વી અને શિપ્રાનું કામ ખૂબ વખાણવા લાયક છે, લાગતું ન હતું કે આ સેટ આટલો સારો હશે. આ પ્રકારે સેટ બનાવવો મુશ્કેલ હતો કારણ કે આ તરતો હતો, પરંતુ આ 30 દિવસો માટે અમારું ઘર બની ગયો હતો. જે દિવસે સેટ પર કામ પુરૂ થયું, અને સેટ કાઢવાનો હતો તો મારું હદય ભરાઇ આવ્યું હતું. આ સેટ સાથે ઘણી યાદો જોડાયેલી હતી, હવે હું આ યાદોને જીવનભર સંભાળી રાખીશ.

આ પહેલાં નવોદિત કલાકાર પ્રણુતન અને ઝહીર ઇકબાલ પર દર્શાવવામાં આવેલ નોટબુક પહેલાં ગીત ''નહી લગદા''ને 7 મિલિયન વાર જોવામાં આવ્યું છે. ફક્ત સામાન્ય લોકોને જ નહી પરંતુ ગીતને સેલેબ્સને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. અ ગીતમાં કાશ્મીરની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત પ્રેમ કહાણીની ઝલકને લાખો દિલોને જીતી લીધું છે. આ પહેલાં સલમાન ખાને એક ભવ્ય લોન્ચમાં નોટબુકના ટ્રેલરને લોન્ચ કરવામાં આવ્યું હતું જેને જનતા જનાર્દન દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. 

કાશ્મીરની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત ''નોટબુક'' દર્શકોને એક રોમેન્ટિક સફર પર લઇ જશે, જેને જોઇને તમારા મનમાં પ્રશ્ન ઉદભવશે શું તમે કોઇ એવા વ્યક્તિ સાથે પ્રેમમાં પડી શકો છો જેને તમે ક્યારેય પણ મળ્યા નથી? નોટબુકને કાશ્મીરની સુંદર ઘાટીઓમાં શૂટ કરવામાં આવી છે, જેમાં બે પ્રેમી ફિરદૌસ અને કબીરની પ્રામાણિક પ્રેમ કહાણી  સાથે-સાથે બાળ કલાકારોની દમદાર કાસ્ટીંગ જોવા મળશે જે કહાણીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફિલ્મ નોટબુક 29 માર્ચ 2019ના રોજ રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More