Home> Gujarat
Advertisement
Prev
Next

ગણેશ ચતુર્થી : 'ગજાનન'ના અંગો બતાવે છે જીવન જીવવાનો માર્ગ, જાણો કયું અંગ શેનું છે પ્રતિક

ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ છે ભયાનક અથવા ભયંકર હોય છે. કારણ કે ગણેશની શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે.

ગણેશ ચતુર્થી : 'ગજાનન'ના અંગો બતાવે છે જીવન જીવવાનો માર્ગ, જાણો કયું અંગ શેનું છે પ્રતિક

જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે ગણેશોત્સવ આવી ગયો અને દેશભરમાં ગઈ કાલથી ગણેશ ચતુર્થીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. આ પર્વ 10 દિવસ સુધી ચાલશે. મુંબઈ અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં સાર્વજનિક ગણેશોત્સવની ધૂમ રહે છે. પંડાળોમાં ગણેશજીની સ્થાપનાની સાથે સાથે લોકો ઘરમાં પણ ગણપતિની પધરામણી કરે છે અને મનોકામના પૂરી કરવા માટે આશીર્વાદ માંગે છે. એવી માન્યતા છે કે સર્વપ્રથમ ગણેશજીની આરાધના કરવાથી શુભ કાર્યોમાં કોઈ વિધ્નો આવતા નથી. આ વખતે 13 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવની ધૂમ રહેશે. 

fallbacks

ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી
હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેમ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે, પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ છે ભયાનક અથવા ભયંકર હોય છે. કારણ કે ગણેશની શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે. જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છૂપાયેલા છે. ગણપતિનું જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તેમાં દરેક ચીજ એક ગૂઢ અર્થ ધરાવે છે જે સમજવા જેવો છે. તમે જો શ્રી ગણેશ સામે હાથ જોડીને ઉભા રહો ત્યારે તેમના આ રૂપને જોતી વખતે આ પ્રેરણા લેશો તો વિધ્નહર્તાની કૃપાથી ક્યારેય તમારા કાર્યમાં વિધ્ન નહી આવે. ભગવાન ગણેશ તમારા જીવનના બધા દુ:ખ દુર કરીને તમારું જીવન સુખમય બનાવશે.

fallbacks

ગણેશજીના સ્વરૂપની દરેક વસ્તું શું સૂચવે છે...

મોટું માથું- મોટું વિચારો, વધુ શીખો
ગણેશજી મોટું માથું આપણને ખાસ સંદેશ આપે છે. તે કહે છે કે, આપણે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ, વધારે જ્ઞાન મેળવીએ અને વધુ શીખીએ. જીવનમાં તેનો ખાસ અમલ કરવો જોઈએ. 

નાનકડી આંખો- એકાગ્રતા રાખવી
ગણેશજીની આંખો નાની નાની છે. જે આપણને કઈંક સંદેશો આપે છે. નાની-નાની આંખો કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ. એકાગ્રતા રાખવી જોઈએ. જો આમ કરીએ તો આપણે ખોટા માર્ગે ભટકતા નથી.
 
મોટા સૂપડાં જેવા કાન- વધુ સાંભળો
ભગવાન ગણેશના મોટા સૂંપડાં જેવા કાન સંદેશ આપે છે કે વધુમાં વધુ સાંભળીએ. અને નાનું મોઢુ કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવુ મતલબ ઓછુ બોલવુ અને વધુ સાંભળવુ 

નાનું મોઢું- ઓછું બોલવું
ભગવાનનું નાનું મોઢું કહે છે કે કામ વગર બોલવું નહીં એટલે કે એકદમ ઓછું બોલવું અને વધું સાભળવાનું રાખવું. જીવનમાં આ નિયમ રાખીએ તો અનેક સમસ્યાઓમાંથી બચી શકીએ. 

મોટું પેટ- જીવનની સારી-ખરાબ કોઈ પણ સ્થિતિને એકદમ સારી રીતે પચાવી જાણવું
ગણેશજી દૂંદાળા પણ કહેવાય છે. તેમનું મોટું પેટ માનવ જાતિને સંદેશ આપે છે કે આપણને જીવનની સારી કે ખરાબ દરેક પરિસ્થિતિને પચાવતા આવડવું જોઈએ. સફળતા મળે તો અભિમાન ન કરવુ અને નિષ્ફળતા મળે તો દુ:ખી ન થવુ જોઈએ. 

ઉંદર- ઈચ્છાનું પ્રતિક
ભગવાનનું ભારેભરખમ શરીર અને નાનકડો ઉંદર તેમનું વાહન. સમજવાનમાં કઈંક અજીબ લાગે પરંતુ ઉંદરને વાહન બનાવવા પાછળ પણ એક તર્ક છે. ઊંદર ઈચ્છાનું પ્રતિક છે. બેકાબુ ઈચ્છા અશાંતિ સર્જે, ઈચ્છા પર સવારી કરી તેના પર કાબુ મેળવો. તે તમને ખેંચી જાય તેવી તક ક્યારેય તેને ન આપો. 

હાથની આશીર્વાદ મુદ્રા- આશીર્વાદ અને સુરક્ષા પૂરી પાડે

કુહાડી- લાગણીના બંધનોને એક ઝાટકે દૂર કરવા
જીવનમાં ક્યારેક એવી પણ પળો આવતી હોય છે કે લાગણીના બંધનોમાંથી દૂર થવું જરૂરી બને છે. 

હાથમાં દોરડું- તમારા લક્ષ્યની નજીક તમને ખેંચવા

એક દાંત- સારું રાખવું અને ખરાબને ફેંકી દેવું

સૂંઢ- (લાંબુ નાક) ઊંચી કાર્યક્ષમતા અને કુનેહ, દરેક સ્થિતિને સૂંઘી લેવાની આવડત
ગણેશજીનું લાંબુ નાક આપણને એવી સિખ આપે છે કે આપણને આજુબાજુની હવાને સૂંધતા આવડવી જોઈએ, એટલે કે સ્થિતિને સમજતા આવડવું જોઈએ. આપણી આજુબાજુ પરિસ્થિતિ સમજીશું તો હંમેશા યોગ્ય દિશામાં જઈ શકીશું અને જીવનની પરિસ્થિતિઓને પહોંચી વળવાની આવડત વિક્સી શકશે.

મોદક- સાધનાનો શિરપાવ

પ્રસાદ- આખું વિશ્વ તમારા ચરણોમાં અને માંગે તમારા સૂચનો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More