લાલજી પાનસુરીયા/આણંદ: જીલ્લાના લીંબાસી વિસ્તારમાં આવેલ નાના મોટા તળાવો માં ત્રણસો થી વધારે પ્રજાતિના સ્થાનીક અને વિદેશી પક્ષીઓનો જમાવડો દર વર્ષની જેમ આ વર્ષે પણ થયો છે તેમા ખાસ કરી ને સાઇબેરીયા,ઓસ્ટ્રેલીયા અને ઉતરભારતના પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે જ્યા તેનુ મુળ વતન છે ત્યા વધારે પડતી ઠંડીને કારણે ઓછી ઠંડી વાળી અને પૂરતો ખોરાક મળે ત્યા જતા હોય છે
અંદાજે સાત થી આઠ હજાર માઇલ નુ અંતર કાપીને આપવતા ઓસ્ટ્રેલીયન અને સાઇબેરીયન પક્ષીઓ ત્યાં પૂક્શળ પ્રમાણ માં બરફ પડતો હોય છે અને ત્યા ખોરાક મેળવવામાં ખુબ મુશ્કેલી પડતી હોય ત્યારે આણંદ જીલ્લાની હવામાન અને પક્ષીઓને જરૂરીયાતો મુજબનો ખોરાક સહેલાઇથી મેળવે છે.
વધુમાં વાંચો...અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલે મહિલા દ્વારા સંચાલિત જુગારધામ ઝડપ્યું, 47 શકુનીઓની અટકાયત
આણંદ જીલ્લા સાથે અમદાવાદ અને વડોદારના ઘણા પક્ષીપ્રેમી ઓ વહેલી સવાર થી અહિંયા આવી જતા હોય છે તેમા ખાસ પરિવાર સાથે પણ ઘણા લોકો આવતા હોય છે સાથે સાથે પ્રોફેસનલ ફોટોગ્રાફર પણ મોટી સંખ્યામાં પક્ષીઓની જુદી જુદી પ્રજાતિઓના ફોટા પાડવા માટે આવતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે