ગૌરવ પટેલ/અમદાવાદ :આજે પૃથ્વીવાસીઓને વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રંહણ જોવા મળશે. અમદાવાદમા રાત્રે 9.30 કલાકથી 2.30 કલાક સુધી ગ્રહણ ચાલશે. આ ખગોળીય ઘટનાને નિહાળવા માટે સાયન્સ સિટી અને ગાંધીનગર ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ચંદ્રગ્રહણ નિહાળવાનો કાર્યક્રમ યોજાવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ 2020ના વર્ષે કુલ 6 ગ્રહણ થશે. જેમાઁથી 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ થશે.
વડોદરાથી પકડાયેલા આતંકી ઝફરની Exclusive તસવીર, જંબુસર સુધી ફેલાવ્યું છે નેટવર્ક
ચંદ્રગ્રહણનો સમય...
ગુજરાત ATSએ ઝફર અલી નામનો IS એજન્ટ ઝડપ્યો, ISનું મોડ્યુલ ગુજરાતમાં ઉભુ કરવાની ફિરાકમાં હતો
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, આ ગ્રહણને પૂર્ણ રીતે ચંદ્રગ્રહણ કહી ન શકાય. કારણ કે, તે એક ઉપછાયાનું ગ્રહણ છે. આવામાં ચંદ્રમાની સ્થિતિથી કોઈ વિશેષ પરિવર્તન નહિ થતા, પરંતુ ચંદ્રની એક સુંદર તસવીર જરૂર લોકોની સામે આવે છે. આ ચંદ્રગ્રહણનું મહત્વ એટલુ જ છે કે, તે 2020માં લાગનારુ પ્રથમ ચંદ્રગ્રહણ છે. ભારતમાં આ બાબતમાં માનનારા લોકો વિશેષ પૂજાપાઠ કરશે.
અમદાવાદમાં સાયન્સ સીટી અને ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા ચંદ્રગ્રહણ નિહાળવા આયોજન કરાયું છે. આવતીકાલે જે ચંદ્રગ્રહણ થશે તે એશિયા, આફ્રિકા, મિડલ ઈસ્ટ અને વેસ્ટ ઓસ્ટ્રેલિયામાં નિહાળી શકાશે. આવતીકાલ બાદ 5 જૂનના રોજ ચંદ્રગ્રહણ નિહાળી શકાશે. 5 જૂને વેસ્ટ અને સેન્ટ્રલ એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને મિડલ ઈસ્ટના ભાગમાં ચંદ્રગ્રહણ દેખાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે