મૌલિક ધામેચા / અમદાવાદ :કોરોના વાયરસથી બચવું અત્યારે એક ચેલેન્જ સમાન બની ગઈ છે. ત્યારે હવે કોઈ સરકારી વિભાગ, કોઈ જગ્યા કે કોઈ દેશ એવો નથી કે જે કોરોનાથી બચ્યો હોય. અમદાવાદમાં અગાઉ
પણ કેટલાંક પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને હાલ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના કન્ટ્રોલ વિભાગમાં ફરજ બજાવતા 10 પોલીસકર્મીઓને (Ahmedabad police) કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામ પોલીસકર્મીઓ કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતા સંક્રમિત થયા છે. જેમાં પોલીસકર્મીઓને કોઈ પ્રકારના પ્રાથમિક લક્ષણો દેખાતા નથી. ત્યારે હાલ કોરોના વોરિયર્સની ઉત્તમ સારવાર માટે પોલીસ કમિશ્નરે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે વ્યવસ્થા કરી આપી હતી.
હાલ અત્યારે અમદાવાદ પોલીસ વિભાગના અનેક કર્મચારીઓ કોરોનાથી પીડિત છે. 79 પોલીસ કર્મીઓ એક્ટીવ કોરોના પોઝિટિવથી સંક્રમિત છે. જેમાં 61 પોલીસકર્મીઓ, 18 અન્ય ફોર્સ જવાનો સામેલ છે. તો 247 જેટલા પોલીસ કર્મીઓ અત્યાર સુધી કોરોનાને માત આપી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.
ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ મહત્વનો નિર્ણય કરતા જણાવ્યું કે, હાલમાં અમદાવાદ પોલીસ વિભાગમાં 280 પોલીસ કર્મી અને અધિકારીના પોઝિટિવ કેસ આવ્યા છે. 280 પોલીસ અધિકારી કર્મચારી પૈકી 91 સારવાર હેઠળ છે. પોલીસ પોઝિટિવ આવતા સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા હતા. પરંતુ હવેથી આ તમામ પોલીસ અધિકારી અને કર્મચારી નારોડ ખાતેની શેલ્બી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે