Bharuch News: અંકલેશ્વરના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને મૃત્યુદંડની સજા ફટકારી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી હતી. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા 72 દિવસમાં પૂર્ણ થઈ હતી, જેમાં સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે, જે સમાજમાં એક મજબૂત સંદેશ પાઠવવા માટે મહત્વપૂર્ણ છે.
ગુજરાતમાં કાળજુ ચીરી દે તેવી દુષ્કર્મની ભરૂચના ઝઘડિયા GIDCમાં બની હતી. ભરૂચના શ્રમજીવી પરિવારની એક માસુમ દીકરીની ઈજ્જત પર આરોપી વિજય પાસવાન હાથ નાંખ્યો હતો. આ હેવાને દીકરી સાથે એવી ક્રુરતા આચરી કે, હોસ્પિટલોના તબીબોના હાથ પણ સગીરાના ગુપ્ત ભાગે હાથ લગાવતા થરથરી ગયા. આરોપી એટલો વિકૃત થઈ ગયો હતો કે, તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ આંતરિક અંગમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. પોલીસે આરોપીના ઘરેથી સળિયો પણ કબજે કર્યો હતો.
આ ઘટનામાં બાળકી 8 દિવસ સુધી સારવાર હેઠળ રહી, પરંતુ અંતે તેનું મૃત્યુ થયું હતું. આ દુષ્કર્મના કિસ્સામાં આરોપીએ એક મહિના પહેલા પણ આ જ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ માતા-પિતાની ચુપ્પીએ આ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર થયેલા જઘન્ય દુષ્કર્મ અને હત્યાના કેસમાં દીકરી નિર્ભયાને માત્ર 72 દિવસમાં ન્યાય મળ્યો છે. અંકલેશ્વર સેશન્સ કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણી, નરાધમ આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે.
16 ડિસેમ્બર, 2024ના રોજ ઝઘડિયા GIDCની શ્રમિક કોલોનીમાં રહેતા વિજયકુમાર પાસવાને ઝારખંડની 10 વર્ષની શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કર્યું. તેણે બાળકીને દીવાલ પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને તેના ગુપ્ત ભાગમાં સળિયો ઘૂસાડી દીધો. સાંજે બાળકીની માતા તેને શોધી રહી હતી, ત્યારે ‘મમ્મી-મમ્મી’નો અવાજ સાંભળી તે દીવાલ પાછળ પહોંચી. ત્યાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળી, જેને જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ.
સ્થાનિક લોકોની મદદથી બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી અને વધુ સારવાર માટે વડોદરા લઈ જવાઈ. ગુજરાત સરકારે 11 ડોક્ટરોની ટીમ બાળકીને બચાવવા ખડેપગે રાખી, પરંતુ 30 જેટલી ગંભીર ઈજાઓને કારણે સાત દિવસની સારવાર બાદ બાળકીનું મૃત્યુ થયું. ઝારખંડ સરકારે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી.
પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ ગંભીર ઘટનામાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી અને પોતાની દેખરેખમાં તપાસ હાથ ધરી. ગણતરીના કલાકોમાં આરોપી વિજય પાસવાનને ઝડપી લેવાયો અને તમામ પુરાવાઓ એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી.
અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ પરેશ પંડ્યાએ આ કેસ નિઃશુલ્ક લડ્યો. ચાર્જ ફ્રેમ થયાના 72 દિવસમાં, શુક્રવારે (2 મે, 2025) કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણી વિજય પાસવાનને ફાંસીની સજા સંભળાવી. વધુમાં, પીડિત પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ પણ કર્યો.
ઝારખંડ સુધી ઘટનાના પડઘા પડ્યા હતા
જે બાળકી સાથે બળાત્કાર થયો હતો તે પરિવાર મૂળ ઝારખંડનો હતો અને ભરૂચમાં કામ કરતો હતો. આ ઘટના બાદ ઝારખંડ સરકારમાં મંત્રી દીપિકા પાંડે સિંહ વડોદરા પહોંચ્યા હતા. આ ઘટનાની વિગતો મેળવવા માટે ઝારખંડના મંત્રી સાથે અન્ય બે અધિકારીઓ પણ આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે