Anand News : કોણ કહે છે કે, ગુજરાતમાં માત્ર દરિયાથી જ ડ્રગ્સ આવે છે. ગુજરાતમાં હવે ડ્રગ્સ બનવા લાગ્યું છે. ગુજરાત સરકારના દાવા ફરી એક પોકળ સાબિત થયા છે. ગુજરાતમાં હવે ગામેગામ ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમતી થઈ ગઈ છે. ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ATSએ 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં ગ્રીન લાઇફ ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ફેકટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું હોવાની શંકા છે.
ખંભાતની સોખડા GIDC વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી કંપની પર ATS એ દરોડા પાડ્યા હતા. ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેવી બાતમી એટીએસને મળી હતી. ત્યારે આણંદની એસઓજી પોલીસ અંધારામાં રહી અને ATS એ દરોડા પાડીને સપાટો બોલાવ્યો હતો. ફેકટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું હોવાની શંકા છે.
ATSએ દરોડા દરમિયાન 5 શખ્સની અટકાયત કરી છે. અંદાજે 100 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોરમેટમાં ડ્રગ્સ મળી છે. 100 કિલોનો જથ્થો મળી આવ્યો છે. અમદાવાદના ત્રણ ભાગીદારોએ ત્રણ માસ પહેલા ફેકટરી શરુ કરી હતી. 5 શખ્સની અટકાયત કરાયેલા લોકોને અમદાવાદ લઈ જવામાં આવ્યાં છે.
ખતરો હજી ટળ્યો નથી! ત્રણ આગાહી તમને ડરાવી દેશે, આ તારીખે ત્રાટકશે વરસાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે