Home> Gujarat
Advertisement
Prev
Next

Bhavnagar: કુદરતના પ્રકોપે લોકો બેઘર, બાવળીયારીથી 100 ટ્રક રાહત સામગ્રી કરાઈ રવાના

તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્તો અને પશુઓ માટે સુરત માલધારી સમાજના દાતાઓ દ્વારા 100 ટ્રક ઘાસચારો અને 1500 કીટ રાહત સામગ્રીને બાવળીયારીના મહંત રામબાપુના હસ્તે કેસરી ધ્વજ ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું

Bhavnagar: કુદરતના પ્રકોપે લોકો બેઘર, બાવળીયારીથી 100 ટ્રક રાહત સામગ્રી કરાઈ રવાના

નવનીત દલવાડી/ ભાવનગર: તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્તો અને પશુઓ માટે સુરત માલધારી સમાજના દાતાઓ દ્વારા 100 ટ્રક ઘાસચારો અને 1500 કીટ રાહત સામગ્રીને બાવળીયારીના મહંત રામબાપુના હસ્તે કેસરી ધ્વજ ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું. વાવાઝોડાથી થયેલી તારાજીથી કાળા માથાનો માનવી લાચાર બની ગયો છે. કુદરતના પ્રકોપને કારણે લોકો બેઘર બન્યા છે, માણસને પોતાના માટે શું કરવું તે સૂઝતું નથી. ત્યારે માણસના ભરોસે જીવતા અબોલ પશુ અંગે કોને વિચાર આવે. એવા સમયે આવા અબોલ પશુઓ અને ગીરના નેસમાં રહેતા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે માલધારી સમાજના આગેવાનો વ્હારે આવ્યા છે.

fallbacks

અમદાવાદ જિલ્લાના છેવાડે આવેલા નગાલાખાના ઠાકર મંદિર બાવળીયારી ખાતેથી માલધારી સમાજના સંત રામબાપુ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં માલધારી સમાજ અને સામાજિક અગ્રણી માલાભાઈ સારાભાઈ ભડીયાદ્રા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણાથી વાવાઝોડાથી તારાજ થયેલા અસરગ્રસ્તોને સહાયરૂપે અનાજકીટ, પશુધન માટે ઘાસચારો તથા સોલાર બેટરીનું વિતરણ માટેના ટ્રકોને રવાના કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો:- PETA એ કહ્યું- દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર, ધર્મગુરૂ જ્યોતિર્નાથ બાવાએ આપ્યો આ જવાબ

આ રાહત સામગ્રી તોઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીરસોમનાથ, અમરેલી અને જુનાગઢ સહીતના જિલ્લામાં 100થી વધુ ટ્રક ઘાસચારો અને જીવન જરૂરિયાતની વસ્તુની 1500 થી વધુ કિટો, સોલાર ફાનસ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો:- ચોમાસા દરમિયાન બેટમાં ફેરવાય છે ભાલના અનેક ગામ, યુદ્ધના ધોરણે તંત્ર કરી રહ્યુ છે કામ

આયોજનના મુખ્યદાતા વિજયભાઈ ભડીયાદ્રાએ જણાવ્યું હતું કે આ સખાવત ગીરમાં વસતા માલધારી સુધી પહોચતી કરવામાં આવશે, લગભગ 54 જેટલા નેશ માં આ રાહત સામગ્રી આપવામાં આવશે, તૌકતે વાવાઝોડાને લીધે અસંખ્ય જે લોકો બેઘર બન્યા છે, ઢોર માટે ઘાસચારો પણ નથી રહ્યો, ખાવા માટે અનાજ નથી, એવા અસરગ્રસ્ત પરિવારો માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More