Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણાના 10 ફેલ યુવકનું કારનામુ, ઈન્સ્ટા-ફેસબુક કર્યું હેક

મહંમદ ઇન્સ્ટાગ્રામમાં જે યુઝરના લાઇક અને ફોલોઅર્સ વધારે હોય તે ચેક કરતો હતો. જયપાલસિંહના એકાઉન્ટમાં લાઈક અને ફોલોઅર્સ વધુ હોવાથી તેણે જયપાલસિંહના બંને એકાઉન્ટ હેક કર્યા હતા. 

મહેસાણાના 10 ફેલ યુવકનું કારનામુ, ઈન્સ્ટા-ફેસબુક કર્યું હેક

રાજકોટ : રાજકોટના એક શખ્સે ફરિયાદ નોંધાવી હતી કે, તેમનુ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઈએ હેક કર્યું છે. જેને કારણે તેમની અનેક પોસ્ટ ડિલીટ થઈ છે, અને તેમનો પ્રોફાઈલ ફોટો પણ બદલી દેવાયો છે. સાયબર ક્રાઈમે આ અંગે તપાસ કરતા તેમણે મહેસાણાના હેકરને પકડ્યો હતો. આ હેકરને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ હેક કરનાર 10 ફેલ ફુટડો યુવક હતો, જેનુ કારનામુ જોઈ પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના જયપાલસિંહ મૂળરાજસિંહ રાણાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અજાણ્યા શખ્સે હેક કરી લીધું છે અને ઘણી પોસ્ટ ડિલીટ કરી તેમજ પ્રોફાઇલ ફોટો બદલી નાંખ્યો છે. આ અંગે સાયબર ક્રાઈમે તપાસ કરી હતી. જેમાં મહેસાણાના ખાભર ગામનો મોહંમદ જીલાની નામનો યુવક પકડાયો હતો. સોશિયલ મીડિયા પર હેરતઅંગેજ કારનામા કરનાર આ યુવક માત્ર 10 ફેલ છે. જેનુ આખુ નામ મહંમદ જીલાની હુસૈનમિયા સૈયદ છે. 

પોલીસ પૂછપરછ કરી તેમાં માલૂમ પડ્યું કે, આરોપી યુવક મોહંમદે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અનેક એકાઉન્ટ બનાવ્યા છે. તેણે અનેક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યાં છે. મહંમદ ઇન્સ્ટાગ્રામમાં જે યુઝરના લાઇક અને ફોલોઅર્સ વધારે હોય તે ચેક કરતો હતો. જયપાલસિંહના એકાઉન્ટમાં લાઈક અને ફોલોઅર્સ વધુ હોવાથી તેણે જયપાલસિંહના બંને એકાઉન્ટ હેક કર્યા હતા. હેકિંગ માટે આરોપી ફરિયાદીના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં જઇ અબાઉટમાં ચેક કરતા ફરિયાદી પોતાના મોબાઇલ નંબર પાસવર્ડ તરીકે ઉપયોગ કરતો હોય આરોપીએ મોબાઇલ નંબર પાસવર્ડમાં ચેક કરતા એકાઉન્ટ ઓપન થઇ ગયું હતું અને હેક કર્યું હતું. ફરિયાદીના એકાઉન્ટમાંથી પોસ્ટ ડિલીટ કરી પોતાનો ફોટો અપલોડ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More