Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કોરોના વિફર્યો! આજે નોંધાયા ચિંતાજનક કેસ, 6 કેસમાં તો સામે આવી ટ્રાવેલ હિસ્ટ્રી

Corona Virus Case: નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં 1 દુબઈ,  1 કેરળ, 1 હૈદરાબાદ, 1 કેનેડાથી ગુજરાત આવ્યા છે.જ્યારે 1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે. હાલ શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે. 

ગુજરાતમાં કોરોના વિફર્યો! આજે નોંધાયા ચિંતાજનક કેસ, 6 કેસમાં તો સામે આવી ટ્રાવેલ હિસ્ટ્રી

Corona Virus Case: રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસની દહેશત વ્યાપી રહી છે. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બિલ્લી પગે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોના વાયરસ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય વિભાગે રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા સૂચન આપી દીધું છે.

fallbacks

અમિત શાહે કહ્યું; 'હું આપ સૌને આમંત્રણ આપવા આવ્યો છું, વારાફરતી દર્શન માટે આવજો'

અમદાવાદમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદમાં કોરોનાના નવા 11 કેસની વાત કરીએ તો તેમાં 7 પુરુષ અને 4 મહિલા દર્દીઓના સમાવેશ થાય છે. નોંધાયેલા કેસમાં થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા અને જોધપુરમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. સંક્રમિત દર્દીઓ દુબઇ, કેરેલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા, કઝાકસ્તાનથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના 33 એક્ટિવ કેસ થયા છે. નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં 1 દુબઈ,  1 કેરળ, 1 હૈદરાબાદ, 1 કેનેડાથી ગુજરાત આવ્યા છે.જ્યારે 1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે. હાલ શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે. 

ગુજરાતમાં ફરી પાટીદારો શું કરશે? કહ્યું; 'જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો ફરી અમે..

અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં 11 નવે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચન કર્યું છે. શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાંનાં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

SOUમાં નવો કિર્તીમાન! એક જ દિવસમાં 80 હજાર પ્રવાસીઓ ઉમટ્યા, કાલે માટે લેવાયો નિર્ણય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More