Home> Gujarat
Advertisement
Prev
Next

મહાકૌભાંડી ઝાલાની કંપનીમાં 11 હજાર લોકોએ કર્યું હતું રોકાણ, 3 ક્રિકેટરો પણ સામેલ, તપાસ એજન્સીએ કર્યાં ખુલાસા

બીઝેડ ગ્રુપ દ્વારા લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કેસના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. 

મહાકૌભાંડી ઝાલાની કંપનીમાં 11 હજાર લોકોએ કર્યું હતું રોકાણ, 3 ક્રિકેટરો પણ સામેલ, તપાસ એજન્સીએ કર્યાં ખુલાસા

ગાંધીનગરઃ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા વિવિધ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. લોકોને એક કા ડબલની લાલચ આપી આશરે 6 હજાર કરોડનું કૌભાંડ કરનાર ઝાલાની ધરપકડ મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી હતી. ઝાલાને કોર્ટમાં રજૂ કરી સીઆઈડી ક્રાઈમે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઝાલાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે જેની માહિતી સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવામાં આવી છે.

fallbacks

સીઆઈડી ક્રાઈમના પરિક્ષીતા રાઠોડે જણાવ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કંપની શરૂ કરી ગેરરિટી કરી હતી. તેણે અલગ સર્વર ચાલું કર્યું હતું. આ ઘટનાની તપાસમાં એફએસએલની મદદ પણ લેવામાં આવી છે. CID ક્રાઈમે જણાવ્યું કે ઝાલાની સ્કીમમાં 11000 લોકોએ રોકાણ કર્યું છે. મહેસાણા, હિંમતનગર, અમરેલી સહિતના વિસ્તારોમાંથી રોકાણ થયું છે. તેમણે કહ્યું કે 100 કરોડ રૂપિયા આપવાના બાકી છે.

CID ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે ભૂપેન્દ્ર ઝાલાએ 80 કરોડની સ્થાયી મિલ્કત વસાવી છે, જ્યારે 20 કરોડની અન્ય મિલ્કત છે. આ કૌભાંડ બાદ ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ભાગતો ફરતો હતો. CID ક્રાઈમે જણાવ્યું કે આ ઘટનામાં 3 ક્રિકેટરોના નામ સામે આવ્યા છે. આ ક્રિકેટરોને પણ તપાસ માટે બોલાવવામાં આવશે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે 1 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ 10 વ્યક્તિઓએ કર્યું છે. તપાસ એજન્સીએ કહ્યું કે 6000 કરોડના કૌભાંડની સામે અત્યારે 450 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ નવા વર્ષની પાર્ટીમાં નબીરાઓને ઝડપવા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, નશો કરીને ઝડપાયા તો

તપાસ એજન્સીએ કહ્યું કે 5 લાખનું રોકાણ કરે તેને મોબાઈલ આપવામાં આવતો હતો. 10 લાખ રૂપિયાનું રોકાણ લાવવામાં આવે તો અલગથી કમીશન આપવામાં આવતું હતું. તપાસ એજન્સીએ કહ્યું કે શરૂઆતમાં ઝાલા તપાસમાં સહયોગ નહોતો આપતો પરંતુ હવે આપી રહ્યો છે. તપાસ એજન્સીએ કહ્યું કે રાજકીય નેતા કે પોલીસ અધિકારીનો રોલ સામે આવ્યો નથી. જે ફાર્મ હાઉસમાં રોકાયો હતો તેના માલિક સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ભૂપેન્દ્ર ઝાલાની બીઝેડ કંપનીમાં કેટલા શિક્ષકોએ રોકાણ કર્યું આ પ્રશ્ન પર તપાસ એજન્સીએ કહ્યું કે અમે અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરી રહ્યાં છીએ. આ સાથે ખુલાસો થયો કે ઝાલા પાસેથી આઠ મોબાઈલ મળી આવ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More