વિનાયક જાદવ: જિલ્લાના ડોલવણના ચુનાવાડી ગામાં વનરાજ આશ્રમમાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હોસ્ટેલના મકાનમાં માસૂમ વિદ્યાર્થીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી વલસાડ જિલ્લાના કરરાડાના પીપરડી ગામનો રહેવાસી છે. ઘટનાની જાણ થતા ડોલવણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
વિધાર્થીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પંથકમાં અરેરાટી મચી જવાની સાથે અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે, માત્ર 11 વર્ષના માસૂમે ક્યાં કરણોસર આત્મહત્યા કરી ? શું આ આત્મહત્યા છે કે પછી હત્યા, આ પ્રકારનો અનેક પ્રશ્નો સાથે પોલીસે તપાસ શરુ કરી છે.
જૂઓ LIVE TV....
ડોલવણ તાલુકાના ચૂનાવાળી ગામે આવેલા ગ્રામ સેવા સમાજ દ્વારા સંચાલિત વનરાજ આશ્રમ શાળાના નિવાસી રૂમમાં રહી ધોરણ 6માં અભ્યાસ કરતા જીગ્નેશ રામુભઆઇ દહાવડ નામના કપરાડા તાલુકાના પીપરોટી ગામના માસૂમે આત્મહત્યા કરી લેતા પંથકમાં અચરજની સાથે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે