Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાના મહા સંકટમાં અમદાવાદ, હજુ લોકો નહીં ચેતે તો સ્થિતિ બનશે વધુ ખરાબ


 શહેરના અનેક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. હવે બચવાનો એકમાત્ર ઉપાય કર્ફ્યૂનું ચુસ્ત પાલન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ છે. તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ઘણા લોકો હજુ સમજતા નથી. થોડા લોકોના કારણે આખું શહેર મુશ્કેલીમાં આવી શકે છે. 

કોરોનાના મહા સંકટમાં અમદાવાદ, હજુ લોકો નહીં ચેતે તો સ્થિતિ બનશે વધુ ખરાબ

અતુલ તિવારી/અમદાવાદઃ ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ હાલ કોરોના વાયરસના ભરડામાં આવી ગયું છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. શહેરમાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે, આ સૌથી મોટી ચિંતાનો વિષય છે. દેશમાં કોરોના વાયરસને ડામવા માટે લૉકડાઉન ચાલી રહ્યું છે. અમદાવાદમાં પણ લૉકડાઉન છે. પરંતુ ઘણા લોકો હજુ તેનું પાલન કરતા નથી. જો લોકો સાવચેતી રાખશે નહીં તો શહેરની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. 

fallbacks

શહેરમાં 1100થી વધુ કેસ
ગુજરાતમાં કોરોના વાયરસના 1700થી વધુ કેસો નોંધાયા છે. જેમાં 1100 કેસ તો માત્ર અમદાવાદમાં છે. છેલ્લા 48 કલાકમાં 480 કેસો સામે આવ્યા છે. શહેરના અનેક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. હવે બચવાનો એકમાત્ર ઉપાય કર્ફ્યૂનું ચુસ્ત પાલન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ છે. તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ઘણા લોકો હજુ સમજતા નથી. થોડા લોકોના કારણે આખું શહેર મુશ્કેલીમાં આવી શકે છે. 

હજુ કેસ વધશે તો સારવાર આપવી પણ બનશે મુશ્કેલ
અમદાવાદમાં કોરોનાના દર્દીઓને એસવીપી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કોરોના સંક્રમિતો માટે અસારવા સિવિલમાં 1250 જેટલા તો એસવીપીમાં 350 જેટલા બેડની વ્યવસ્થા છે. એસવીપીમાં 125 આઈસીયૂ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ શહેરમાં 1 હજાર જેટલા એક્ટિવ દર્દી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લા 48 કલાકમાં જે રીતે કેસો વધ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે જો હજુ કેસો વધશે તો તમામની સારસંભાલ લેવી તંત્ર માટે પણ મુશ્કેલ બનવાની છે. 

તંત્રએ સાવચેતીના ભાગરૂપે 2000 બેડની સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરના રૂપમાં પરિવર્તિત જરૂર કરી છે પરંતુ ત્યાં કોઈ આઈસીયૂ અને વેન્ટિલેટરની સુવિધા નથી. કોરોના દર્દીઓને વેન્ટિલેટર આપી શકાય તેવી વ્યવસ્થા માત્ર બે હોસ્પિટલમાં છે. અમદાવાદમાં એલજી, શારદાબેન, સોલા સિવિલમાં દર્દીઓની સ્થિતિ ચકાસી રિપોર્ટ કરાવીને દર્દી પોઝિટિવ આવે તો તેને કોવિડ ડેઝીગ્નેટેડ એટલે કે અસારવા સિવિલ અને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. આ તમામ બાબતને જોતા લાગી રહ્યું છે કે શહેરમાં જો લોકો સાવચેત નહીં બને અને લૉકડાઉનનું ચુસ્તપણે પાલન નહીં કરે તો ગંભીર સંકટની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. 

કેન્દ્રની ગાઈડલાઈન મુજબ કોવિડ સામે લડવા ત્રિસ્તરીય હોસ્પિટલની વ્યવસ્થા હોવી જોઈએ

1). કોવિડ કેર સેન્ટર - અમદાવાદમાં સમરસ હોસ્ટેલ ખાતે બનાવાઈ છે. આ સેન્ટરમાં 2000 બેડની હોસ્પિટલ છે. અહીં માત્ર એવા દર્દીઓને લાવી શકાય કે જેઓ કોરોનાગ્રસ્ત હોય પરંતુ તેમનામાં લક્ષણો દેખાતા ન હોય.

2). કોવિડ હેલ્થ સેન્ટર - કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેમને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને અહીં લાવવામાં આવે. આ હોસ્પિટલમાં વી.એસ., સોલા સિવિલ, શારદાબેન, એલ.જી.હોસ્પિટલનો સમાવેશ થાય છે.

3). કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ - આ પ્રકારની હોસ્પિટલ અમદાવાદમાં માત્ર બે જ છે. જેમાં અસારવા સિવિલ અને SVP હોસ્પિટલનો થાય છે સમાવેશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More