Home> Gujarat
Advertisement
Prev
Next

ફિઝિક્સનું પેપર સારુ ન જતા ડિપ્રેશનમાં આવી 12 સાયન્સના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

તાજેતરમાં શહેર પોલીસ અને ડીઇઓ સહીતની અનેક સંસ્થાઓ દ્વારા બોર્ડની પરિક્ષાના વિદ્યાર્થીઓ માટે સાંત્વના હેલ્પલાઇન શરુ કરી હતી. આ હેલ્પલાઇન ઉપર કોલ કરી વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા મુશ્કેલીનુ નિષ્ણાતો પાસેથી નિરાકરણ મેળવી શકે છે. પરંતુ ફતેગંજ વિસ્તારમાં રહેતા ધો.12 સાયન્સનો વિદ્યાર્થી ગઇ કાલે ફીઝીક્સનુ પેપર આપ્યાં બાદ ડીપ્રેશનમાં આવી ગયો હતો. અને આજે તેણે પોતાના ઘરના ત્રીજા માળે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.
 

ફિઝિક્સનું પેપર સારુ ન જતા ડિપ્રેશનમાં આવી 12 સાયન્સના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

રવિ અગ્રવાલ/વડોદરા: તાજેતરમાં શહેર પોલીસ અને ડીઇઓ સહીતની અનેક સંસ્થાઓ દ્વારા બોર્ડની પરિક્ષાના વિદ્યાર્થીઓ માટે સાંત્વના હેલ્પલાઇન શરુ કરી હતી. આ હેલ્પલાઇન ઉપર કોલ કરી વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા મુશ્કેલીનુ નિષ્ણાતો પાસેથી નિરાકરણ મેળવી શકે છે. પરંતુ ફતેગંજ વિસ્તારમાં રહેતા ધો.12 સાયન્સનો વિદ્યાર્થી ગઇ કાલે ફીઝીક્સનુ પેપર આપ્યાં બાદ ડીપ્રેશનમાં આવી ગયો હતો. અને આજે તેણે પોતાના ઘરના ત્રીજા માળે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

fallbacks

બનાવ અંગેની સૂત્રો દ્વારા મળતા માહિતી અનુસાર, શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ઉમંગ સોસાયટીમાં રહેતા 18 વર્ષીય ઉદવૈત અમિષભાઇ સલાટ ધો. 12 સાયન્સનો વિદ્યાર્થી હતો. ગઇ કાલથી શરુ થયેલી ગુજરાત બોર્ડની પરિક્ષા અંર્તગત ઉદવૈતે ફીઝીક્સનુ પેપર આપ્યું હતું. પેપર આપ્યાં બાદ વિદ્યાર્થી ઘરે આવ્યો હતો.

પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉઠાવ્યો, સ્થાનિકો બોલ્યા રામ બોલો ભાઇ રામ

જોકે તેનુ પેપર સારુ ન ગયું હોવાના કારણે તે સતત મુઝવણમાં હતો. જોકે આ બાબતની જાણ વિદ્યાર્થીએ તેના માતા પિતાને જણાવી ન હતી. દરમિયાન આજે સવારે 9-45 વાગ્યાના અરસામાં વિદ્યાર્થી પોતાના રૂમની બહાર ન આવતા તેની માતાએ બુમ પાડી હતી. તેમ છતાં પુત્ર તરફથી કોઇ પ્રતિઉત્તર ન મળતા માતાએ ઘરના ત્રીજા માળે રૂમમાં સુંઇ રહેલા પુત્રને બોલાવવા માટે પહોંચ્યાં હતા.

પુત્રને પંખાના હુંકમાં પ્લાસ્ટીકની દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ માતા ચોંકી ઉઠી હતી. બનાવની જાણ વાયુવેગની જેમ સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. જેથી બનાવ અંગે પોલીસને જાણ કરાતા સયાજીગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More