Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: 12 વર્ષીય સગીરે કાર ડ્રાઇવ કરી એક સાથે 15 વાહનોને લીધા અડફેટે, ત્રણ ઇજાગ્રસ્ત

શહેરના ઈસનપુર વિસ્તારમાં રવિવારે સવારે એક બેકાબૂ કારે 15 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. કારને એક 12 વર્ષીય સગીર ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતગ્રસ્તને કારને કબજામાં લઈ લીધી છે અને કાર ચલાવનાર સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ: 12 વર્ષીય સગીરે કાર ડ્રાઇવ કરી એક સાથે 15 વાહનોને લીધા અડફેટે, ત્રણ ઇજાગ્રસ્ત

જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં રવિવારે સવારે એક બેકાબૂ કારે 15 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. કારને એક 12 વર્ષીય સગીર ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતગ્રસ્તને કારને કબજામાં લઈ લીધી છે અને કાર ચલાવનાર સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

શહેરના ઈસનપુર વિસ્તારમાં રવિવારે સવારના સમયે એક સગીરે કાર લઈને અકસ્માતની હારમાળા સર્જી હતી. તેણે બેફામપણે કાર ચલાવીને એક બાદ એક 15 વાહનોને ટક્કર મારી હતી. જેના પગલે 10થી વધારે વાહનોને નુકસાન થયું હતું. જ્યારે જીજે 27 કે 5883 નંબરની કારનો ડ્રાઈવર સાઈડનો આગળનો ભાગ તૂટ્યો હતો.

અમદાવાદ: મર્સીડીઝ કારમાં દારૂની મહેફીલ માણી પિસ્ટલ સાથે ફરતા ત્રણની ધરપકડ

આ સમગ્ર ઘટનાના સીસીટીવી બહાર આવ્યા છે જેમાં કાર એક્ટિવાને ઘસડીને જતી દેખાય છે. હાલ ટ્રાફિક પોલીસે સગીરના માતાની પૂછ-પરછ હાથ ધરી છે. આ બનાવમાં સદનસિબે કોઇ પણ વ્યક્તિની જાનનું નુકશાન થયું નથી. જ્યારે અકસ્માતમાં ત્રણને સામાન્ય ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. 

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More