ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતના પાટનગર ગાંધીનગરની પણ કોરોનાને કારણે સ્થિતિ બગડી રહી છે. ત્યારે હવે ગાઁધીનગરમાં અમદાવાદની જેમ કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવનાર છે. આ જાહેરાત ગઈકાલે ગુજરાત આવેલા ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. ગાંધીનગર (gandhinagar) હેલિપેડ પર DRDO ની મદદથી હોસ્પિટલ બનશે. 600 આઇસીયુ બેડની સાથેની ગાંધીનગરમાં હોસ્પિટલ બનશે.
1200 માંથી 600 બેડ આઈસીયુના
અમદાવાદની જેમ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે નવી કોંવિડ હોસ્પિટલ બનશે. ગૃહમંત્રી અમિત શાહે ગઇ કાલે આ વિશે જાહેરાત કરી હતી. ગાંધીનગરનાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનશે. ટાટા ટ્રસ્ટના અને DRDO નાં સહયોગથી બનનાર 1200 બેડની હોસ્પિટલમાં 600 આઈસીયુ બેડ ઉપ્લબ્ધ હશે. 11,12, 12A નંબરનાં ડોમમા કોંવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. ગૃહમંત્રી દ્વારા કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા જ યુદ્ધનાં ધોરણે જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. હાલ કોવિડ હૉસ્પિટલ માટે પસંદ કરાયેલ ત્રણ ડોમની સફાઇ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરનાં સેક્ટર 17મા આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 15 જેટલા ડોમ આવેલા છે. જેમાંથી ત્રણ ડોમમાં હોસ્પિટલ ઉભી કરવાની છે.
1600 બેડનું સરકારનું આયોજન
હેલીપેડ ખાતે બનનારી કોવિડ હોસ્પિટલમાં 1600 બેડની હોસ્પિટલનુ સરકારનું આયોજન છે. આ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, શરૂઆતમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરાશે. જરૂર પડે તો તાત્કાલિક અસરથી 400 બેડ ઉભા કરવાની તૈયારી રખાશે. સરકારે આ માટે વિવિધ એજન્સીઓ સાથે સંપર્ક કર્યા છે.
આજે ગાંધીનગરમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન
તો બીજી તરફ, આજે ગાંધીનગરવાસીઓની ઓક્સિજનની સમસ્યા પણ દૂર થશે. ગાંધીનગરની કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે શુભઆરંભ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો આ સમયે હાજરી આપશે. કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 300 ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે. સાથે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પર કોરોના દર્દીઓના ભારણને પણ હળવું કરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે