હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં આજે સવાર સુધીમાં 168 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૩૩૬ મી.મી. એટલે કે ૧૩ ઇંચ, કવાંટમાં ર૮ર મી.મી. એટલે કે ૧૧ ઇંચ અને કુકરમુંડામાં ર૦૭ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 66.44 ટકા જેટલો થયો છે. રાજ્યના 13 જળાશયો પણ છલકાયા છે. સરદાર સરોવરમાં ૭પ.૯૯ ટકા જળસંગ્રહ થયો છે.
વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, વિશ્વામિત્રીની સપાટી વધી, વિદ્યાર્થીઓને છોડી દેવાના આદેશ અપાયા
¤ સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૭૫.૯૯ ટકા પાણી
¤ ૧૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા
¤ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા
¤ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૩.૨૬ ટકા વરસાદ
ભરૂચ પાસે નર્મદા નદી વોર્નિંગ લેવલ ક્રોસ કરવાની તૈયારીમાં, 3 ગામ ખાલી કરાવાયા
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૯ ઓગસ્ટ સવારે 8.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ 66.44 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 35 જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૩ જળાશયો છલકાયા છે. ૧૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૭૫.૯૯ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૩.૨૬ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા માહિતી મળી છે.
રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોની માહિતી પણ મળી છે.
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં ૧૬.૭૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૬૦.૩૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૮.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૪૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૩૮ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૬.૫૮ ટકા એટલે ૨,૫૯,૩૪૩.૧૩ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે