સત્યમ હંસોરા/રાજકોટ: નવરાત્રીમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસીસનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી ટ્રેડિશનલ ડ્રેસીસનો બિઝનેસ કરતા મોનિક ભાઈએ બાહુબલી કેડિયું બનાવ્યું છે, તે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કેડિયાનું વજન આશરે 25 કિલો છે. અને તેમાં 5 હજાર જેટલા મિરર ફિટ કરવામાં આવ્યા છે.
રાજકોટના મોનિક ભાઈ દ્વારા બનાવેલ બાહુબલી કેડિયું..આ કેડીયાની સાઈઝ ની વાત કરીએ તો 13 ફૂટ ઉંચાઈ અને 12 ફૂટ પોહળાઈ ધરાવતા આ કેડીયા ને નિહાળવા શહેરીજનો આવી રહ્યા છે. 25 કિલો વજન ધરાવતા આ કેડીયામાં 5000 થી વધારે મિરર ફિટ કરવામાં આવ્યા છે. તેમજ 100 થી વધુ વિવિધ પેચ સિલાઈ કરવામાં આવ્યા છે.
આ બાહુબલી કેડિયુ સિલાઈ કામ સહિત 19 દિવસમાં તૈયાર થયું છે. વિશેષ વિશિષ્ટતા ધરાવતા આ કેડિયા માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન માટે તેમની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રીમાં 9 દિવસ અલગ અલગ અને સુંદર ચણીયાચોલી તેમજ ટ્રેડીશનલ ડ્રેસ માટે ખેલૈયાઓ માર્કેટમાં ફરી વળતા હોય છે. ત્યારે રાજકોટના આ યુવક દ્વારા બનાવવામાં આવેલ આ બાહુબલી કેડિયું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે