Home> Gujarat
Advertisement
Prev
Next

મોડલ બનવાના સપના જોઈ મુંબઈ જવા નીકળેલી 13 વર્ષની કિશોરીને 3 લોકોએ હવસનો ભોગ બનાવી

સુરતમાં મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાનો હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘરેથી એકલી નીકળેલી કિશોરી પર પહેલા બે કિશોરો અને બાદમાં રીક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું હતું. સુરત  પોલીસે રીક્ષા ચાલકની સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

મોડલ બનવાના સપના જોઈ મુંબઈ જવા નીકળેલી 13 વર્ષની કિશોરીને 3 લોકોએ હવસનો ભોગ બનાવી

ચેતન પટેલ/સુરત :સુરતમાં મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાનો હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘરેથી એકલી નીકળેલી કિશોરી પર પહેલા બે કિશોરો અને બાદમાં રીક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું હતું. સુરત  પોલીસે રીક્ષા ચાલકની સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

fallbacks

એક visiting cardએ બદલી આ કામવાળી બાઈની જિંદગી, રાતોરાત બની સોશિયલ મીડિયાની સ્ટાર

સુરતના ગોડાદરા વિસ્તારમાં મૂળ ઝારખંડનો શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. તેમાં બીજા નંબરની 13 વર્ષની દીકરી બુધવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવી હતી. તેથી તેના પિતાએ લિંબાયત પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા સૌથી નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી. તેમાં એક મિત્રએ પોલીસને જણાવ્યું કે, બુધવારે મધરાત્રે એક નંબર પરથી કિશોરીએ તેને ફોન કર્યો હતો. તેથી પોલીસે તે નંબરની તપાસ કરતા તે નંબર ભોલા નામના રીક્ષા ડ્રાઈવરનો હતો. પોલીસે કિશોરીના મિત્ર દ્વારા તે નંબર પર ફોન કરીને કિશોરી સાથે વાત કરીને ગોડાદરા બોલાવી હતી. ત્યાં રીક્ષા ડ્રાઈવર ભોલા સાથે આવી હતી. પોલીસે કિશોરીને પોતાના કબજામાં લઈને રીક્ષા ચાલક ભોલાને પકડી લીધો હતો. જ્યાં પૂછપરછમાં ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

‘મહા’ વાવાઝોડું હવે ગુજરાતને નહિ પજવે, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

પોલીસ પૂછપરછમાં ખૂલ્યું કે, કિશોરી અભ્યાસમાં રસ લેતી નથી. તેથી ઘરમાં તેના માતા-પિતા તેને ઠપકો આપતા માતા-પિતા પ્રત્યે રોષે ભરાઈ હતી. બીજી તરફ તેને મોડેલ બનવું હતું. તેથી તે મુંબઈ જવા માંગતી હતી. બુધવારે સાંજે તે ઘરેથી એકલી મુંબઈ જવા નીકળી હતી. રસ્તામાં તેના બે મિત્રો મળ્યા હતા. બંને મિત્રો સગીર હતા. તેઓએ તેણીને કહ્યું કે, તેઓ સુરત સ્ટેશને મૂકી દેશે. એવું કહીને બાઇક પર બેસાડી અવાવરૂં જગ્યાએ લઈ જઈ બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તેને એક રિક્ષામાં બેસાડી હતી. ત્યાર બાદ એ રીક્ષાવાળાએ કિશોરીને કહ્યું કે અત્યારે ક્યાં મુંબઈ જશે. સવારે તને લઈ જઈ જઈશ. આમ કહીને રાત્રે રિક્ષાવાળો કિશોરીને પોતાના રૂમ પર લઈ ગયો હતો. ત્યાં રીક્ષાવાળાએ પણ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આમ લિંબાયત પોલીસે ગુનો દાખલ કરી રીક્ષા ચાલક ભોલાની ધરપકડ કરી છે. સાથે બીજા બે સગીર મિત્રોની પણ ધરપકડ કરી વધુ તપાસ આગળ કરી રહી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More