Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત : સાંજે બર્થડે પાર્ટી પહેલા જ 13 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈ લીધો

 સુરતના સચિન વિસ્તારમાં આશ્ચર્ય પામે તેવી ઘટના બની છે. 13 જાન્યુઆરીના 13 વર્ષીય કિશોરીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. પોતાના જન્મદિને જ કિશોરીએ આ પગલું ભરતા પરિવાર પણ ચોંકી ગયો હતો. જોકે, કિશોરીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજી જાણવા મળ્યું નથી.

સુરત : સાંજે બર્થડે પાર્ટી પહેલા જ 13 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈ લીધો

ચેતન પટેલ/સુરત : સુરતના સચિન વિસ્તારમાં આશ્ચર્ય પામે તેવી ઘટના બની છે. 13 જાન્યુઆરીના 13 વર્ષીય કિશોરીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. પોતાના જન્મદિને જ કિશોરીએ આ પગલું ભરતા પરિવાર પણ ચોંકી ગયો હતો. જોકે, કિશોરીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજી જાણવા મળ્યું નથી.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચીન જીઆઈડીસીમાં ચંદ્રીકાપ્રસાદ સાંકેટ નામના શખ્સ કામ કરે છે. અહીં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં તેઓને સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવાની સુવિધા ફાળવવામાં આવી છે. 13 જાન્યુઆરીના રોજ તેમની 13 વર્ષની દીકરી દુર્ગાવતીનો જન્મદિવસ હતો. તેના બર્થડે પર સાંજે તેની બહેનપણીઓ માટે બર્થડે પાર્ટીનું આયોજન કરાયું હતું. પરંતુ તે પહેલા જ બપોરે દુર્ગાવતીએ ગળે ફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું હતું. તેણે પોતાના ઘરના ઉપરના માળે જઈને છતની હૂંક સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

એવું તો શું થયું કે, દુર્ગાવતીએ પોતાના જન્મદિન પર જ આવું કરવાની ફરજ પડી હતી. ત્યારે આખો પરિવાર વ્હાલસોયી દીકરીના મોતથી શોકમાં ગરકાવ થયો છે. બીજી તરફ, કિશોરીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More