Home> Gujarat
Advertisement
Prev
Next

13 વર્ષીય ગુજરાતી ગોલ્ફરે કર્યો કમાલ, ઈન્ડિયન ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં મેળવી જીત, હવે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેશે

 દેવવ્રત સિંહ રાજાવત છેલ્લા 4 મહિનામાં તમામ રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સતત જીતી રહ્યો છે. આ ઉપરાંત તે તેની શાળાની જુનિયર ટીમ માટે ફૂટબોલ અને હોકી પણ રમી રહ્યો હતો.

13 વર્ષીય ગુજરાતી ગોલ્ફરે કર્યો કમાલ, ઈન્ડિયન ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં મેળવી જીત, હવે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેશે

અમદાવાદઃ 13 વર્ષીય ગોલ્ફર દેવવ્રત સિંહ રાજાવતે ગુડગાંવમાં 6થી 10 જાન્યુઆરી સુધી આયોજીત ઈન્ડિયન ક્વોલિફાયર ટૂર્નામેન્ટ જીતી છે. આ ટૂર્નામે્ટનું આયોજન ITC ક્લાસિક ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ગુડગાંવ ખાતે થયું હતું. તે હવે ભારત તરફથી સૌથી યુવા ગોલ્ફર હશે જે આગામી જૂન 2025માં અમેરિકાના કેલિફોર્નિયામાં આયોજીત ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

fallbacks

તેણે આ જીત સાથે જુલાઈ 2025માં આયોજીત FCG કૉલવે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પ્રતિષ્ઠિત IMG એકેડેમી જુનિયર વર્લ્ડ ગોલ્ફ ચૅમ્પિયનશિપમાં રમવા માટે ક્વોલિફાય કર્યું છે. આ માટે ક્વોલિફાય થનાર તે પ્રથમ ભારતીય અને પ્રથમ ગુજરાતી હશે.

દેશભરમાંથી આવેલા જુનિયર ખેલાડીઓ વચ્ચે શાનદાર પ્રદર્શન કરી યુએસ ચેમ્પિયનશિપ અને અન્ય ઈવેન્ટ્સમાં સ્થાન મેળવવું મુશ્કેલ હતું. તેમજ રેન્કિંગ જાળવી રાખવા માટે આ એક શાનદાર શરૂઆત છે. 

તાજેતરમાં ડિસેમ્બર 2024માં આયોજિત ભારતીય ચેમ્પિયનશિપ જીતનાર ભારતના ટોચના 3 ખેલાડીઓમાં પણ તે સામેલ છે.

તે આંતરરાષ્ટ્રી ટૂર્નામેન્ટ- યુએસ કિડ્સ ગોલ્ફ લોકલ ટૂર ઈન્ડિયામાં પણ વિનર (બીજું સ્થાન) છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More