Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર પોલીસ માટે શરમજનક ઘટના, 13 વર્ષનો ટેણિયો હેડ ક્વાર્ટરમાંથી ચોરી ગયો દારૂ

જામનગર પોલીસ માટે શરમજનક ઘટના સામે આવી છે. પોલીસે જપ્ત કરેલ દારૂના મુદ્દામાલની ચોરી થઈ છે. જામનગર પોલીસ હેડક્વાર્ટરમાંથી વિદેશી દારૂની 317 બોટલ અને 7 નંગ બિયરની ચોરી થઈ. એ પણ 13 વર્ષના ટેણિયાએ દારૂના જથ્થાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. 

જામનગર પોલીસ માટે શરમજનક ઘટના, 13 વર્ષનો ટેણિયો હેડ ક્વાર્ટરમાંથી ચોરી ગયો દારૂ

મુસ્તાક દલ/જામનગર :જામનગર પોલીસ માટે શરમજનક ઘટના સામે આવી છે. પોલીસે જપ્ત કરેલ દારૂના મુદ્દામાલની ચોરી થઈ છે. જામનગર પોલીસ હેડક્વાર્ટરમાંથી વિદેશી દારૂની 317 બોટલ અને 7 નંગ બિયરની ચોરી થઈ. એ પણ 13 વર્ષના ટેણિયાએ દારૂના જથ્થાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. 

fallbacks

આજે જામનગર પોલીસ માટે ફરી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે મુદ્દામાલ રૂમમાંથી અંગ્રેજી દારૂની 317 બોટલ અને 7 નંગ બિયરની ચોરી થઈ છે. પોલીસે ખુદ ફરિયાદી બની 13 વર્ષના એક કિશોર સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યુ કે, પોલીસ હેડ ક્વાર્ટરમાં પકડાયેલો દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાંથી 3 લાખ 55 હજાર 500 રૂપિયાના દારૂની બોટલની ચોરી થઈ છે. આ મામલે પોલીસ ક્વાર્ટરમાં જ રહીને અભ્યાસ કરતા 13 વર્ષના કિશોર સામે સવાલો ઉઠ્યા છે. બી ડિવિઝને આ મામલે તપાસ શરૂ કરી છે અને 13 વર્ષના કિશોર સામે ફરિયાદ નોંધાવી છે. 

આ પણ વાંચો : શિવસેનાના ગઢમાં મોદીએ કરી હતી ગર્જના... એ ભાષણ આજે પણ સાંભળનારાના કાનમાં ગુંજે છે 

લોકોની સુરક્ષા કરતું પોલીસ તંત્રને તેના જ હેડ ક્વાર્ટર ખાતે રાખેલ દારૂના વિશાળ જથ્થાની ચોરી કરી કિશોરે પોલીસને જાણે પડકાર ફેંક્યો હોય તેમ આ ઘટના બની છે. જો કે, આ ઘટના સામે આવતા શહેરભરમાં પોલીસની આબરુના ધજાગરા ઉડ્યા છે. આ ચર્ચાએ જોર પકડ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More