Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ શહેરમાં એવું તે શું બન્યું કે આજે રસ્તા પર વાહનો થવા લાગ્યા સ્લીપ! 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત

સુરતના અઠવા ગેટ ચોપાટી થી કલેકટર કચેરી સુધી રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજ થવાના કારણે રોડ પર ઢોળાઈ જતા રોડ પર ઓઇલ પસારી ગયું હતું. વહેલી સવારે મંદિરે જતા કે પોતાના પરિવાર સાથે જઈ રહેલ અનેક લોકોની બાઈક ઓઈલના કારણે સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો.

ગુજરાતના આ શહેરમાં એવું તે શું બન્યું કે આજે રસ્તા પર વાહનો થવા લાગ્યા સ્લીપ! 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ઝી બ્યુરો/સુરત: સુરતનાં અઠવા ગેટ રોડ પર ઓઇલ ઢોળાતા એક બાદ એક બાઇક સ્લીપ થયા છે. કોઈ અજાણ્યા વાહનમાંથી ઓઇલ લીકેજ થવાના કારણે રસ્તા પર ઓઇલ ઢોળાઈ હતું. રોડ પર ઓઇલ પસરી જતા 10થી વધુ વાહનો સ્લીપ થયા છે. બાઇક સ્લીપ થઇ જવાના કારણે 15થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ફાયર વિભાગ સમયસર કામગીરી કરવા નહીં પહોંચતા લોકોમાં નિરાશા જોવા મળી છે. જાગૃત નાગરિક રસ્તા પર જતા વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા સૂચન આપી રહ્યા છે. 

fallbacks

ગુજરાત પર ઘેરાયું 'મહાસકંટ', દેશમાં એક નહીં બે વાવાઝોડા આવશે! ભઈ અંબાલાલનું માની જજો

સુરતના અઠવા ગેટ ચોપાટી થી કલેકટર કચેરી સુધી રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજ થવાના કારણે રોડ પર ઢોળાઈ જતા રોડ પર ઓઇલ પસારી ગયું હતું. વહેલી સવારે મંદિરે જતા કે પોતાના પરિવાર સાથે જઈ રહેલ અનેક લોકોની બાઈક ઓઈલના કારણે સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે એક બાદ એક મોપેડ વાહન સહિત બાઈક પર પ્રસાર થતા લોકો પરિવાર સાથે નીચે પટકાયા હતા. 

હવે આવકના દાખલા માટે ગરમીમાં શેકાવું નહીં પડે! ગુજરાતના આ ધારાસભ્યની મહેનત રંગ લાવી

અકસ્માત ની ઘટનામાં નાના બાળકો સહિત લોકોને માથા, હાથ અને કમરના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટનાને જોઈ એક જાગૃત નાગરિક પોતે જ લોકોની મદદ માટે ઊભા રહી લોકોને ધીમી ગતિએ વાહન ચલાવતા સૂચન કરતો હતો, જ્યારે કલાકો વીતી ગયા છતાં પણ ફાયરની ટીમ સમયસર નહિ પહોંચતા એક બાદ એક વાહનો સ્લીપ થવાની ઘટના યથાવત રહી હતી. જ્યારે તંત્ર એ સમયસર કામગીરી નહીં કરતા લોકોમાં ભારે નિરાશા જોવા મળી હતી.

કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! માણ્યું શરીરસુખ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More