Home> Gujarat
Advertisement
Prev
Next

ભરૂચથી જામનગર જતી લકઝરી બસ પલ્ટી, 10થી વધુ લોકો ઘાયલ

નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી એક લકઝરી બસ નંબર GJ-14-Z-0090 મુસાફર ભરી જામનગર તરફ જતી હતી. તે દરમિયાન લકઝરી બસ એકાએક પલ્ટી મારી જતા બસમાં મીઠી નિંદર માણી રહેલ મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠયો હતો.

ભરૂચથી જામનગર જતી લકઝરી બસ પલ્ટી, 10થી વધુ લોકો ઘાયલ

ભરૂચ: ભરૂચ નર્મદા ચોકડી ખાતે મોડી રાત્રે જામનગર તરફ જતી એક લકઝરી બસ પલ્ટી ખાઈ જતા બસમાં સવાર ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

fallbacks

વધુમાં વાંચો: પુલવામામાં શહીદ થયેલા જવાનોના માનમાં ગુજરાતમાં વેપારીઓનું આજે બંધનું એલાન

ગત મોડી રાતે નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી એક લકઝરી બસ નંબર GJ-14-Z-0090 મુસાફર ભરી જામનગર તરફ જતી હતી. તે દરમિયાન લકઝરી બસ એકાએક પલ્ટી મારી જતા બસમાં મીઠી નિંદર માણી રહેલ મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠયો હતો. બસ પલ્ટી ખાતા સર્જાયેલ આ અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા.

વધુમાં વાંચો: શારીરિક અત્યાચારઃ 5 થી 10 લાખ સુધીનું વળતર આપવાનો સરકારનો નિર્ણય

પોલીસ તેમજ એકત્રિત લોક ટોળાએ રેસ્ક્યુ હાથ ધરી બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની ના નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માત અંગે સી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More