રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ (Rajkot) માં એક અઠવાડિયાની અંદર જ ચોંકાવનારો બીજો બનાવ બન્યો હતો. ઉનાની 15 વર્ષની સગીરાએ મવડીની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. તબિયત લથડતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં દાખલ કરાઈ હતી. ત્યારે પોલીસે બાળકીના પરિવારજનોના નિવેદન નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે પરિવારે ચોંકાવનારી વાત કહી કે, બાળકને જન્મ આપીયા બાદ તેઓને ખબર પડી હતી કે, તેમની 15 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ (Rape with girl child) આચરવામાં આવ્યું છે. સગીરે 7 માસના ગર્ભ સમયમાં બાળકને જન્મ આપ્યો છે. સગીરા હજી પણ બેફાન હાલતમાં છે, અને ICUમાં સારવાર હેઠળ છે.
હાલ સગીરના દુષ્કર્મ મામલે ઉના પોલીસ રાજકોટ પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 15 વર્ષની સગીર કિશોરીને તાવ અને આંચકીની તકલીફ હોવાથી તેને રાજકોટમા સારવાર માટે લાવવામાં આવી હતી. ત્યારે સગીરાને પહેલા તો ઉલટી થઈ હતી, અને બાદમાં તેણે હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. આ જાણીને કિશોરીનો પરિવાર ચોંકી ગયો હતો. તેમની દીકરી કુંવારી માતા કેવી રીતે બની તે બાબતની જાણ તેઓને ન હતી. તો બીજી તરફ, કિશોરી પર કોણે દુષ્કર્મ આચર્યું તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાત પોલીસ જેને શોધી રહી છે, તે નફ્ફટ નિત્યાનંદ પોતાનો અલગ દેશ બનાવીને બેઠો છે
સગીર કિશોરીના માતાપિતાએ જણાવ્યું કે, તેઓને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્રી છે. જેમાં 15 વર્ષની કિશોરી તેમની બીજા નંબરની સંતાન છે. તે ધોરણ-9માં અભ્યાસ કરે છે. ત્યારે પરિવારના માથે કિશોરીએ બાળકીને જન્મ આપ્યાના સમાચાર મળતા જ તેમના માથા પર આભ તૂટી પડ્યું છે.
હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, સગીર કિશોરી પર કોણે દુષ્કર્મ કર્યું હતું. હાલ પોલીસ પરિવાર પાસેથી તેની માહિતી મેળવી રહી છે. તો બીજી તરફ, કિશોરી પણ બેભાન હોવાથી અન્ય માહિતી સામે આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે