Home> Gujarat
Advertisement
Prev
Next

15 વર્ષની સગીરાએ પુત્રને આપ્યો જન્મ, પોલીસે સરપંચના પુત્રની કરી ધરપકડ

વડોદરાના વાઘોડીયાના આજવા ગામે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાનું ગામના જ સરપંચના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. ધોરણ 11 માં ભણતી 15 વર્ષની સગીરાને ખેતરમાં લઇ જઈ બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે

15 વર્ષની સગીરાએ પુત્રને આપ્યો જન્મ, પોલીસે સરપંચના પુત્રની કરી ધરપકડ

જયંતિ સોલંકી, વડોદરા: વડોદરામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં આજવા ગામના સરપંચના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે પોસ્કો અને દુષ્કર્મના ગુના હેઠળ આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

મળતી માહિતી અનુસાર, વડોદરાના વાઘોડીયાના આજવા ગામે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાનું ગામના જ સરપંચના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. ધોરણ 11 માં ભણતી 15 વર્ષની સગીરાને ખેતરમાં લઇ જઈ બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે 15 વર્ષની સગીરાએ વાઘોડીયાની ટ્રસ્ટની હોસ્પિટલમાં પુત્રને જન્મ આપતા સમગ્ર ઘટના સામે આવી છે.

આ પણ વાંચો:- 16 કરોડનું ઇંજેક્શન બચાવી શકે છે માસૂમની જીંદગી, ધૈર્યરાજની માફક છે દુર્લભ બિમારી

ટ્રસ્ટની હોસ્પિટલમાં 15 વર્ષની સગીરાએ પુત્રને જન્મ આપતા હોસ્પિટલ દ્વારા કુંવારી સગીરા સાથે બનેલી ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા સરપંચના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રેમના પાઠ ભણાવી સગીરાને માતા બનાવનાર આરોપી વિશાલ વસાવા સામે પોલીસે પોસ્કો અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More