Banaskatha News: થરા માર્કેટયાર્ડની 10 ખેડૂત વિભાગ અને 4 વેપારી વિભાગના ડિરેક્ટરો માટેની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ જતા મતદાન કરવા મતદાતાઓની લાંબી કતારો લાગી હતી. સાંજે મતદાન પૂર્ણ થયા બાદ થરા માર્કેટયાર્ડ ચૂંટણીમાં 97.5 ટકા મતદાન થયું છે. આવતીકાલે માર્કેટયાર્ડની ચૂંટણીને લઇ મતગણતરી હાથ ધરાશે. થરા માર્કેટયાર્ડની બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણી માટે ભાજપ સામે ભાજપની પેનલ જ મેદાને હતી.
ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો: BSE સેન્સેક્સ-નિફ્ટીને પાછળ છોડ્ય
તમને જણાવી દઈએ કે 10 ખેડૂત તો 4 વેપારી વિભાગની બેઠક માટે મતદાન યોજાયું હતું. આવતીકાલે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. માર્કેટયાર્ડમાં ભાજપની મેન્ડેડ ધારી પરિવર્તન પેનલ કે પછી ભાજપના પીઢ આગેવાન અણદા પટેલની પુનરાવર્તન પેનલ મેદાન મારે છે તેનો ફેસલો થશે. ભાજપે 5 વખત થરા માર્કેટયાર્ડના ચેરમેન રહી ચૂકેલા અણદા પટેલને મેન્ડેડ ન આપતા અણદા પટેલે ભાજપ સામે જ ભાજપની પેનલ ઉભી કરી ચૂંટણી લડતાં ચૂંટણી રસાકસી ભરી બની રહી હતી. જોકે આવતીકાલે પરિણામના દિવસે કે કઈ પેનલનો વિજય થશે તે સ્પષ્ટ થઈ જશે.
કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન વહેલી સવારથી જ શરૂ થતાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, મતદાતાઓ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવીને ઉભા હતા. થરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ડિરેક્ટરો માટે 28 ઉમેદવારો મેદાને છે તો ખેડૂત વિભાગ માટે 4800 થી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગ માટે 63 મતદાતાઓ આજે મતદાન કર્યું.
તમારી દીકરીને ડોક્ટર બનાવવા ગુજરાત સરકારની આ યોજના છે સૌથી દમદાર; મળે છે આટલા લાખ
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં થરા માર્કેટયાર્ડમાં 5 વખત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેડ ન આપતા અણદા પટેલે ભાજપ સામે જ ભાજપની પોતાની પેનલ ઉતારી ચૂંટણી લડતાં આ ચૂંટણી રસાકસી ભરી બની રહી છે. માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગ માટે 10 મતદાન કેન્દ્રો તો વેપારી વિભાગ માટે 1 મતદાન મળી કુલ 11 મતદાન કેન્દ્રો ઉભા થયાૉ હતા. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે 1 DYSP, 9 PI ,12 PSI સહિત 150 પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા. જોકે વહેલી સવારે શરૂ થયેલ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું અને સાંજે 5 વાગ્યે બંને પેનલના 28 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં કેદ થયા હતા અને આવતીકાલે મતગણતરીના દિવસે જ ખબર પડશે કે ભાજપ સામે ભાજપની પેનલમાં ભાજપની મેન્ડેડ વાળી પેનલ જીતે છે કે પછી ભાજપના જ અણદાભાઈ પટેલની પેનલ બાજી મારે છે.
ગ્રાહકોની હવસ સંતોષવા મહિલાઓને બોલાવી ચાલતો હતો કમાણીના ખેલ; આ શહેરમાથી ઝડપાયુ રેકેટ
કોર્ટે ચૂંટણીની તારીખ જાહેર કરતા 5 દિવસમાં 32 મંડળીઓનું બેન્ક દ્વારા ધિરાણ કરી બોગસ રીતે મતદારો ઉભા કર્યા છે,મારૂ રાજકીય કદ ઘટાડવા આ પ્રયાસો થઈ રહ્યા છે,મને 100 ટકા વિશ્વાસ છે આ પ્રજા મને અને મારી પેનલ ને જ જીતાડશે તો સામે પક્ષના ભાજપની પેનલના ઉમેદવાર બાબુભાઈ ચૌધરીએ અણદાભાઈ પટેલના આક્ષેપો ફગાવતા કહ્યું કે કોઈ જ બોગસ મતદારો અમે ઉભા નથી કર્યા.અને ભાજપે અમને મેન્ડેડ આપ્યા અને અમે ચૂંટણી લડી રહ્યા છીએ. અમારી જીત નિશ્ચિત જ છે. વિજય અમારી ભાજપની પેનલનો જ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે