અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના 17 સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ સભ્યો સામે ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી હતી. ભાજપે 2018મા આ ફરિયાદ નોંધાવી હતી. નગરપાલિકાની કલમ 37 મુજબ કોંગ્રેસના સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 17 સભ્યોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસે પાલિકાની સત્તા ગુમાવવાનો વારો આપ્યો છે.
કોંગ્રેસની મુશ્કેલી વધી
ધાનેરા નગરપાલિકામાં કુલ 28 સભ્યો હોય છે. આ પાલિકાની સત્તા કોંગ્રેસ પાસે હતી. વર્ષ 2018મા ભાજપે 17 સભ્યો સામે ગેરરીતિની ફરિયાદ કરી હતી. આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરે કાર્યવાહી કરતા 17 સભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સભ્યો સસ્પેન્ડ થતા ધાનેરા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ આવી ગયો છે.
કોંગ્રેસે ગુમાવી સત્તા
ધાનેરા નગરપાલિકાની કમાન કોંગ્રેસના હાથમાં હતી. આ પાલિકાનો કાર્યકાળ વર્ષ 2022મા પૂરો થવાનો છે. પરંતુ આ પહેલા કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આપ્યો છે. તેના 17 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2018મા ગેરરીતિના જુદા-જુદા 14 મુદ્દા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી. હવે નગરપાલિકા નિયામકે આ મુદ્દે કાર્યવાહી કરી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે