હિતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે ગતિ પકડી લીધી છે. કુલ નવા 19 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 165 થઈ ગઈ છે. નવા નોંધાયેલા 19 કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 13 નોંધાયા છે. પાટણમાં કુલ ત્રણ કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 3040 કુલ ટેસ્ટ થયા, જેમાં 2835 નેગેટિવ અને 165 પોઝિટિવ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 12 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યના કુલ 17 જિલ્લામાં કોરોના પહોંચી ગયો છે.
અમદાવાદમાં 13, પાટણમાં 3 કેસ
અમદાવાદમાં નવા 13 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 77 પર પહોંચી ગઈ છે. તો પાટણ જિલ્લામાં નવા 3 કેસ નોંધાવાની સાથે ત્યાં કુલ સંક્રમિતોનો આંકડો 5 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં એક કેસ નોંધાયા ત્યાં કુલ આંકડો 14 પર પહોંચ્યો છે. તો સારબકાંઠા અને આણંદમાં પણ એક-એક કેસ નોંધાયો છે.
તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના
ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલા પોઝિટિવ કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે