Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં 8 વર્ષની સગીરા પર 17 વર્ષના હવસખોરે આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં સતત બીજા દિવસે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના નવાગામ ખાતે 8 વર્ષની સગીરા પર તેના જ ગામમાં રહેતા 17 વર્ષીય હવસખોર સગીરે અવાવરું જગ્યા લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સગીર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં 8 વર્ષની સગીરા પર 17 વર્ષના હવસખોરે આચર્યું દુષ્કર્મ

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં સતત બીજા દિવસે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના નવાગામ ખાતે 8 વર્ષની સગીરા પર તેના જ ગામમાં રહેતા 17 વર્ષીય હવસખોર સગીરે અવાવરું જગ્યા લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સગીર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

આ પણ વાંચો:- વાવાઝોડાને કારણે રાજકોટ પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીનું નાટક શરૂ કર્યું

એક સમયનું શાંત અને સલામત રાજકોટ ગુનાખોરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ રાજકોટને ભૂતકાળમાં મહિલા સેફટી અંગે એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં મહિલાઓ અને સગીરા પર દુષ્કર્મની ઘટના છાશવારે સામે આવી રહી છે. રાજકોટમાં સતત બીજા દિવસે સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો:- રાજકોટ રેલવેએ એક જ વિકમાં મુસાફરોના 2.22 કરોડ રિફંડ કર્યાં

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન હદમાં આવેલ નવાગામ ખાતે એકલી જતી સગીરાને જોઇ ગામનાજ 17 વર્ષીય હવસખોરે સગીરાને વોંકળામાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ થતાં કુવાડવા પોલીસે આરોપી વિરુધ્ધ અપહરણ અને સગીરા પર દુષ્કર્મ આચરવા બદલ પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:- રંગીલું રાજકોટ: બપોરે ભિખારી પણ કટોરા ઉંધા કરીને સુઇ જાય તે કહેવત ખોટી ઠરશે, બપોરે ધમધમશે બજાર

પોલીસના જણાવ્યા મુજબ ગઇકાલે ભોગબનનાર બાળકી ચાલીને જતી હતી. તે જોઈ બાદમાં ગામના જ સગીર વયના આરોપીએ તેનો પીછો કરી તેને નજીકના વોકળામાં લઇ જઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ગામના આગેવાન દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:- રાજકોટ: બોટાદના 'વેદ'એ આપ્યું ત્રણ જિંદગીને જીવન, થઇ ગયો અમર, સમાજને ચિંધી નવી રાહ

હાલ તો પોલીસે ભોગબનનાર સગીરા અને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવી FSLને સાથે રાખી વધુ પુરાવા એકત્રીત કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અવારનવાર બનતી સગીરા પરની દુષ્કર્મની ઘટના પણ સમાજ માટે સરમજનક સાબિત થઇ રહી છે માટે સમાજમાં વધતા દુષણને અટકાવવા સમાજે પણ આગળ આવવું ખુબ જ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More