Home> Gujarat
Advertisement
Prev
Next

Kadi: 17 વર્ષ પહેલાં NRI ટ્રસ્ટી સહિત 4 લોકોની કરી હતી હત્યા, દિલ્હીથી મહિલા આરોપીને દબોચી

આરોપી દંપતી 2004માં હત્યા કર્યા બાદ ગુજરાત (Gujarat) છોડી ભાગી ગયા હતા. આરોપી ને પકડવા જેતે સમય સરકારે 51 હજાર નું ઇનામ પણ જાહેર કર્યુ હતું.

Kadi: 17 વર્ષ પહેલાં NRI ટ્રસ્ટી સહિત 4 લોકોની કરી હતી હત્યા, દિલ્હીથી મહિલા આરોપીને દબોચી

મૌલિક ધામેચા, અમદાવાદ: મહેસાણા (Mahesana) ના કડી (Kadi) માં 17 વર્ષ પહેલાં થયેલ 4 હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી (Delhi) થી મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ મહિલાએ પોતાના પતિ સાથે મળીને મંદિર (Temple) માં લૂંટ (Robbery) કરી હત્યા (Murder) ને અંજામ આપી ફરાર થઈ ગઈ હતી. એક વર્ષ પહેલાં તેના પતિની ગુજરાત ATS એ ધરપકડ કરી હતી. જોકે આ દંપતી પોલીસ (police) થી બચવા એકબીજાથી દૂર રહેતા હોવાનો ખુલાસો થયો છે.

fallbacks

ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) એ કસ્ટડીમાં લીધેલી મહિલાનું નામ રાજકુમારી ઉર્ફે ડિસ્કો યાદવ છે. આ મહિલાએ પોતાના પતિ સાથે મળીને વર્ષ 2004માં કડી (Kadi) માં ઉટવા ગામની સિમમાં આવેલા મહાકાળી મંદિરમાં NRI ટ્રસ્ટી, સાધ્વી અને 2 સેવકનું ગળું કાપી ₹10 લાખના મુદ્દામાલની લૂંટ (Robbery) કરી ફરાર થઈ ગયા હતા. 

પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે

ગત વર્ષે ગુજરાત ATS એ મહિલાના પતિ મહેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ સિંહ યાદવની ધરપકડ કરી. આ મહિલા આરોપી પણ પતિની જેમ પોતાનું નામ બદલીને સરોજ નામથી દિલ્હીમાં રહેતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સથી 17 વર્ષથી ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી દંપતી 2004માં હત્યા કર્યા બાદ ગુજરાત (Gujarat) છોડી ભાગી ગયા હતા. આરોપી ને પકડવા જેતે સમય સરકારે 51 હજાર નું ઇનામ પણ જાહેર કર્યુ હતું. ગોવિંદ અને તેની પત્ની રાજકુમારી ગુજરાત પોલીસના ઈતિહાસમાં એવા સૌ પ્રથમ આરોપી હતા જેને પકડવા માટે સરકારે 50 હજારના ઈનામની  જાહેરાત કરી હોય. બનાવના 17 વર્ષ બાદ પોલિસને માહિતી મળી હતી કે આરોપી દિલ્હીમાં વેશ બદલી રહે છે.

GSPC ની તૈયારી કરતો યુવક બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતિઓને કરતો હતો બ્લેકમેલ

રાજકુમારી (Rajkumari) ચા ની દુકાન ચલાવે છે. જ્યારે તેનો પતિ કોન્ટ્રાક્ટર હતો. પોલીસ (Police) ની તપાસમાં સામે આવ્યું છે કે આ દંપતી 2004માં ગુજરાત (Gujarati) માં આવ્યા પછી પહેલા વડોદરા (Vadodara) માં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી રહયો હતો અને ત્યારબાદ કડીમાં અલગ અલગ કંપનીમાં કામ કરતો હતો. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન, ઝાંસી ના અલગ અલગ જગ્યાએ રોકાઈ ત્યાર બાદ દિલ્હીમાં રહેવા લાગ્યો હતો.

Bhavnagar ના ઠગબાજોએ અપનાવ્યો એવો કિમિયો કે ભલભલા શિકાર બની બેઠા

મંદિર (Temple) ના ટ્રસ્ટી ચીમન ભાઈ પટેલ પોતાની પુત્ર વધુ સાથે બનાવ ના 6 મહિના પહેલા જ અમેરિકાથી ભારતમાં આવ્યા હતા. અને મંદિરમાં તેમની હત્યા થઈ હતી. નોંધનીય છે કે આ દંપતી પોલીસથી બચવા જુદા જુદા રહેતા હતા. જ્યારે મહિલાનો પતિ ગોવિંદ વિરુદ્ધ મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં પણ 2 ગુનાઓ નોંધાયા હતા. ત્યારે આ ઘટના બાદ આ દંપતી અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More