Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 195 તાલુકાઓમાં વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 25 તાલુકાઓમા 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ તથા ભાવનગરના પાલિતાણા અને શિહોરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
ભારે વરસાદના કારણે 18 લોકોના મોત
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રાજ્યના 25 કલેક્ટરોને પણ વીસીથી જોડાયા હતા. રાજ્યમાં હજુ 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ ડેવલપ થઈ છે. બોટાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 12 જેટલી NDRFની ટીમો અલગ-અલગ જિલ્લાઓના મોકલાય છે. તેમજ 20 જેટલી SDRFની ટીમો અલગ-અલગ જિલ્લાઓમા મોકલાય છે. બીજી તરફ ભારે વરસાદના પગલે રાજ્યમાં 18 જેટલા લોકોના મોત થતા છે. વિજળી પડવા, વરસાદમાં ડૂબવા, મકાન પડવા સહિતની ઘટનાઓના કારણે આ લોકોના મોત થયા છે.
ગુજરાતમા આગામી 5 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ!આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ઠેર-ઠેર સર્જાય તારાજી
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ચારેતરફ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતૂર બની છે. જ્યારે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ રોડ-રસ્તાઓ બંધ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. બીજી તરફ ભારે વરસાદના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વાળો આવ્યો છે. તેમજ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ફસાયેલા કુલ 109 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને કુલ 120 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અનેક ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા છે.
રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ છે. જેમાં હવામાન વિભાગ, મહેસુલના અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, NDRF, SDRFની ટીમના વડા આ બેઠકમાં હાજર છે. આ સિવાય કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ હાજર છે. રાહત અને બચાવ કાર્ય સહિતની બાબતો પર આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
ભારતમાં ક્યાં બની રહી છે એશિયાની સૌથી લાંબી ટનલ? શું છે ખાસિયત અને ક્યારે થશે તૈયાર
સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં મેઘતાંડવ
ભાવનગર, બોટાદ અને અમરેલીમાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. 14 ઈંચ વરસાદમાં ભાવનગરનું બોટાદ પાણી પાણી થયું છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ છેલ્લાં 24 કલાકથી વરસી રહ્યો છે. તો પાલિતાણા, સિહોરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. બોટાદમાં પણ 11 ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણીમય બન્યા છે.
બીજી તરફ રાજ્યમાં આવેલા ડેમ અને જળાશયોની વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેના પગલે રાજ્યમાં 7 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે, રાજ્યના 6 જળાશયો એલર્ટ પર તો 8 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે. રાજ્યના 6 જળાશયો સો ટકા ભરાયા છે. 15 જળાશયોમાં 70થી 100 ટકા ભરાયા છે. ધાતરવાડી, સુરજવાડી, રોજકી, બગડ, રંગોડા, ધોળીધજા તથા મલાણ જળાશયો હાઈએલર્ટ ઉપર મુકવામાં આવ્યા છે. તો ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે.
રોડ-રસ્તાઓ કરાયા બંધ
NDRFની 5 ટીમ ડિપ્લોય, 10 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમદાવાદમાં 1, ભાવનગરમાં 1 ટીમ ડિપ્લોય કરાઇ છે. બોટાદમાં 1, કચ્છમાં 1 અને સુરતમાં 1 ટીમ ડિપ્લોય કરાઇ છે. તો SDRFની 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. કુલ 241 ગામમાં વીજળી ગુલ, 579 વીજ પોલી ધરાશાયી થયા છે. ભાવનગરનો નેશનલ હાઈવે ભારે વરસાદના કારણે બંધ થયો છે. 10 સ્ટેટ હાઇવે પાણી ભરાઇ જતા બંધ કરવામાં આવ્યા છે. પંચાયત હસ્તકના 95 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
આ પક્ષી વૈજ્ઞાનિકોની પહેલા કરે છે ચોમાસાની ભવિષ્યવાણી!તોફાન-વરસાદ પહેલા કરે છે એલર્ટ
અનેક જિલ્લામાં જળબંબાકાર
મોરબી 1, ભાવનગર 5, સુરેન્દ્રનગર અને બોટાદમાં 2-2 તો પંચાયત હસ્તકના 95 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે