ચેતન પટેલ/સુરત :લોકડાઉનમાં હાલ લોકોના માંડ છૂટછાટ મળી છે, જ્યાં માંડ માંડ જનજીવન બે મહિના બાદ ધબકતુ થયું છે. આવામાં સુરતમાં ક્રાઈમની બે મોટી ઘટના બની છે. ગઈકાલે રાત્રે ફાયરિંગ અને હત્યાનો બનાવ બન્યો છે. લોકડાઉન ખૂલતા જ સુરતમાં ક્રાઈમની ઘટનાઓ પણ શરૂ થઈ ગઈ છે. 24 કલાકમાં સુરતમાં બે ગુના આચરવામા આવ્યા છે. સુરતમાં ગઈકાલે રાત્રે માથાભારે ફાઈનાન્સર દ્વારા યુવક પર ફાયરિંગ કરાયું હતું. તો ઉઘના વિસ્તારમાં વહેલી સવારે યુવકની હત્યા કરવામાં આવી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા
સુરતમાં યુવક પર ફાયરિંગ
સુરતમાં ગઈકાલે રાત્રે માથાભારે ફાઈનાન્સર દ્વારા યુવક પર મોડી રાત્રે ફાયરિંગ કરાયું છે. સુરતમાં સાંજે 7 વાગ્યે કરફ્યુ લાગ્યા બાદ ફાયરિંગની ઘટના બની હતી. રાહુલસિંહ નામના યુવક પર ફાયરિંગ કરાતા તો ઇજાગ્રસ્ત થયો હતો. માથાભારે ફાઈનાન્સર લાલી ઉર્ફે ધર્મેન્દ્રસિંહે યુવકને પગના ભાગે ગોળી મારી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોત. ત્યારે જૂની અદાવતમાં ફાયરિંગ કર્યાની ચર્ચા ચાલી રહી છે. લાલી અને તેના માણસો દ્વારા નરેન્દ્રસિંહ સહિત તેના મિત્રને ફોન કરી બોલાવવામાં આવ્યા હોવાના આરોપ મૂકાયો છે. લાલી અને તેના માણસો દારૂની મજા માણી રહ્યા હતા અને ત્યારબાદ મારામારી શરૂ કરી દીધી હતી. પોલીસે લાલીના ચાર જેટલા માણસોની અટકાયત કરી છે.
સવારે હત્યાની ઘટના
સુરતમાં ફાયરિંગની ઘટના બાદ આજે વહેલી સવારે હત્યાનો બનાવ બન્યો છે. ઉધના વિસ્તારમાં વહેલી સવારે હત્યાના બનાવથી ચકચાર મચી હતી. 24 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. બાબુ પાવર નામના યુવકને અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો હોત. કરફ્યુ અને લોકડાઉન વચ્ચે હત્યા સહિત ફાયરિંગની ઘટનાને લઈ ભારે ચકચાર મચી છે. લોકડાઉનમાં થયેલી હત્યાના પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે