સ્નેહલ પટેલ/નવસારી :રાજ્યમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમને લઈ આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. બનાસકાંઠા અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘમહેર થશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે નવસારીના દરિયામાં માછીમાર કરવા ગયેલા 2 માછીમારો લાપતા થયા છે.
હાલ ગુજરાતમાં ભારે વરસાદને પગલે હવામાન ખાતા દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે આજે નવસારીના ગણદેવી તાલુકાના ભાટગામના 5 માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા હતા. ત્યારે દરિયામાંથી પરત ફરતા સમયે હોડી ઉંધી થઇ ગઈ હતી. આવામાં 3 માછીમારો પરત ફર્યા હતા, પરંતુ 2 માછીમારો પરત ફર્યા નથી, તેઓ લાપતા છે. ત્યારે કોસ્ટગાર્ડની મદદથી માછીમારોની શોધખોળ શરૂ કરાઈ છે. હાલ માછીમારોને શોધવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે. હેલિકોપ્ટર દરિયામાં જઈને માછીમારોને શોધી રહ્યાં છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે