Home> Gujarat
Advertisement
Prev
Next

ધંધો ઠપ્પ થઇ જતાં ફોટોગ્રાફર મહિલાઓએ શોર્ટકટમાં પૈસા કમાવવા અપનાવ્યો આ કીમિયો

પોલીસે બંને યુવતીની પૂછપરછ કરતા એક યુવતી અમદાવાદના નારણપુરામાં રહેતી  હતી અને બીજી યુવતી જામનગરની હોવાનું બહાર આવ્યું હતું.

ધંધો ઠપ્પ થઇ જતાં ફોટોગ્રાફર મહિલાઓએ શોર્ટકટમાં પૈસા કમાવવા અપનાવ્યો આ કીમિયો

જય પટેલ, વલસાડ:  લોક ડાઉન લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનમાં અમદાવાદની બે બહેનપણીનો  ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થઈ જતા કોઈ પણ કામ ન રહેતા અને  પૈસાની તંગીના કારણે બંને બહેનપણી ગેરકાયદેસર કામ કરવાની કરી શરૂઆત કરી દીધી છે. 

fallbacks

ફરી લોકડાઉન અંગે કોઇ વિચારણા નથી, નીતિન પટેલે કર્યો ખુલાસો

અમદાવાદમાં ફોટોગ્રાફી, વિડીયો એડિટિંગ અને એક્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલી બે યુવતીઓ કે જેમને પોતાના ઘરને રીનોવેટ કરવું હતું. પરંતુ કોરોના મહામારીને કારણે ઠપ્પ થઈ ગયેલા ધંધા બાદ બંને બહેનપાણીએ શોર્ટકટ માં પૈસા કમાવવાનો કીમિયો અપનાવ્યો. આ બંને બહેનપણીઓએ મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી દારૂની ખેપ મારવાની શરૂઆત કરી. જોકે મહારાષ્ટ્રથી  દારૂ લઈને અમદાવાદ પહોંચે તે પહેલાં જ વલસાડમાં પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી.

કોરોનાના ટેસ્ટિંગ ચાર્જમાં 1 હજાર રૂપિયાનો ઘટાડો, હવેથી આટલા ચૂકવવા પડશે

આમ લોક ડાઉનમાં ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થઇ જતા બેંકના હપ્તા અને અન્ય ખર્ચને પહોંચી વળવા બે સખીઓએ મળી અને મહારાષ્ટ્રથી દારૂની ખેપ મારી અને અમદાવાદ સુધી લઈ જવા જઈ અને પૈસા કમાવાની ગોઠવણ કરી હતી. જોકે મહારાષ્ટ્ર થી  દારૂની ખેપ લઈને અમદાવાદ પહોંચે તે પહેલાં જ ગુજરાત માં પ્રવેશતા  વલસાડ પોલીસે બંનેને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતાં ચકચાર મચી ગઇ છે. 

તોડપાણી કરતી નકલી પોલીસ થઇ જજો સાવધાન, જરૂરી નથી દરેક જગ્યાએ ત્રીજી આંખની નજર હોય

પોલીસે બંને યુવતીની પૂછપરછ કરતા એક યુવતી અમદાવાદના નારણપુરામાં રહેતી  હતી અને બીજી યુવતી જામનગરની હોવાનું બહાર આવ્યું હતું. જોકે આ બંને યુવતિઓ બહેનપણીઓ હતી. તેમ જ બંને ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલ હતી.

દારૂની હેરાફેરી માટે બદનામ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે કાશ્મીરી યુવક ઝડપાયો

પોલીસે કારની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. આથી પોલીસે કારમાં ભરેલ 216 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત 31200 રૂપિયા જેટલી થાય છે. આ જે સાથે બન્ને યુવતીઓને અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More