Home> Gujarat
Advertisement
Prev
Next

BRTS બાદ અમદાવાદના કારચાલકો પણ બેખોફ, 3 કલાકના ગાળામાં 2 હિટ એન્ડ રન થયા

ગઈકાલે રાત્રે ત્રણ ચાર કલાકમાં જ શહેરમાં 2 હિટ એન્ડ રન (Hit and Run) ના બે કેસો બન્યા છે. જેમાં મેમનગરમાં એક ઇનોવા કારે એક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. તેના ગણતરીના કલાકો બાદ મોડી રાત્રે 11 વાગે ઇસનપુર વિસ્તારમાં એક કાર ચાલકે ગોવિંદ વાડી પાસે એક સોસાયટીની બહાર રોડ પર સુઈ રહેલા ત્રણ મજુરો પર કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા તમામને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હવે અમદાવાદમા બીઆરટીએસના ડ્રાઈવરો (BRTS Accident) બાદ કારચાલકો પણ બેખોફ બન્યા છે તેવું લાગી રહ્યું છે. 

BRTS બાદ અમદાવાદના કારચાલકો પણ બેખોફ, 3 કલાકના ગાળામાં 2 હિટ એન્ડ રન થયા

જાવેદ સૈયદ/અમદાવાદ :ગઈકાલે રાત્રે ત્રણ ચાર કલાકમાં જ શહેરમાં 2 હિટ એન્ડ રન (Hit and Run) ના બે કેસો બન્યા છે. જેમાં મેમનગરમાં એક ઇનોવા કારે એક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. તેના ગણતરીના કલાકો બાદ મોડી રાત્રે 11 વાગે ઇસનપુર વિસ્તારમાં એક કાર ચાલકે ગોવિંદ વાડી પાસે એક સોસાયટીની બહાર રોડ પર સુઈ રહેલા ત્રણ મજુરો પર કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા તમામને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હવે અમદાવાદમા બીઆરટીએસના ડ્રાઈવરો (BRTS Accident) બાદ કારચાલકો પણ બેખોફ બન્યા છે તેવું લાગી રહ્યું છે. 

fallbacks

કારચાલકે મજૂરોને કચડ્યા...
અમદાવાદમાં ગઈકાલે રાત્રે ઈસનપુર વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ઈસનપુર વિસ્તારમાં રસ્તાની બાજુમાં સૂઈ રહેલા મજુરો પર એક કાર ચાલકે કાર ચઢાવી દીધી હતી અને 3 મજુરો પર કાર ચાલક કાર ફેરવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં ત્રણ મજુરો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.  

fallbacks

ધારાસભ્યની કારે અકસ્માત સર્જ્યો
મેમનગરમાં પોતાના દીકરાને ટ્યુશનથી પરત લેવા જઇ રહેલા પ્રફુલ પટેલ નામનાં 42 વર્ષનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છુટ્યો હતો. GJ 1 RX 9972 નંબરની સફેદ કલરની ઇનોવાની આગળ એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલું હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો. ઘટના અંગે પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં ગાડી કોંગ્રેસી શૈલેષ પરમારની હોવાનું સામે આવ્યું છે. જો કે શૈલેષ પરમારનો સંપર્ક કરતા તેમણે ગાડી પોતાનું હોવાનું સ્વિકાર્યું હતું. જો કે સાથે સાથે તે ગાડીમાં પોતે નહી હોવા અને ગાડી ડ્રાઇવર ચલાવી રહ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More