Home> Gujarat
Advertisement
Prev
Next

આણંદ: દંતેલી નજીક ટ્રેક્ટરની ટક્કરે પરિવાર નંદવાઇ ગયો, 2નાં મોત 1 ગંભીર

પેટલાદ તાલુકાનાં દંતેલી ગામ નજીક ગુરૂવારે મોડીરાત્રે ઓવરટેક કરવાની લ્હાયમાં ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર રહેલા પિતા-પુત્રીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે પત્નીને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમની સ્થિતી ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. દંપત્તી માણેજ ખાતેનાં તેમનાં સાસરીથી પરત ફરી રહ્યું હતું. તે સમયે ઓવરટેક કરવા દરમિયાન આ ઘટના બની હતી.

આણંદ: દંતેલી નજીક ટ્રેક્ટરની ટક્કરે પરિવાર નંદવાઇ ગયો, 2નાં મોત 1 ગંભીર

આણંદ : પેટલાદ તાલુકાનાં દંતેલી ગામ નજીક ગુરૂવારે મોડીરાત્રે ઓવરટેક કરવાની લ્હાયમાં ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર રહેલા પિતા-પુત્રીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે પત્નીને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમની સ્થિતી ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. દંપત્તી માણેજ ખાતેનાં તેમનાં સાસરીથી પરત ફરી રહ્યું હતું. તે સમયે ઓવરટેક કરવા દરમિયાન આ ઘટના બની હતી.

fallbacks

અમદાવાદ: હોળીનાં પૈસા લેવા આવેલા ક્યારે લાખો રૂપિયા લઇ ગ્યાં ખબર જ ન રહી
જો કે અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઇ ગયો હતો. પેટલાદનાં વડદલા ખાતે કડવાપુર ખાતે વિપુલભાઇ રમણભાઇ ઠાકોર તેમની પત્ની ધર્મિષ્ઠાબેન તથા તેમની નાની દિકરી પીયુ પણ રહે છે. ત્રણેય બાઇક લઇને ગુરૂવારે સવારે માણેજ ખાતેનાં સાસરીમાં ગયા હતા. દરમિયાન સાંજે સાડા પાંચ વાગ્યે તેઓ ત્યાંથી નિકળીને પેટલાદ પરત આવી રહ્યા હતા. તેઓ દંતોલી નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરનાં ચાલકે તેની બાઇકને ઓવરટેક કરતા સમયે ટક્કર મારી દીધી હતી.

વ્યાજનાં ખપ્પરમાં વધારે એક જીવ હોમાયો: સુરતનાં વેપારીએ કર્યો આપઘાત
ટ્રેક્ટરની ટક્કરથી બાઇક સ્લિપથતા ત્રણેય રોડ પર પટકાયા હતા. જેમાં વિપલભાઇ તથા તેમની દિકરી પીયુને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા બંન્નેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ધર્મિષ્ઠા બહેનને ગંભીર સ્થિતીમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમની સ્થિતી ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. હાલ પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલકને ઝડપવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More