ભરત ચુડાસમા, ભરૂચ: ભરૂચ એસઓજીની ટીમે એક પિસ્તલ, બે જીવતા કારતૂસ તેમજ એક છરો અને રામપુરી ચપ્પુ લઇને ફરતાં એક નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર સહિત બે જણાને ઝડપી પાડ્યાં હતાં. રાત્રીના 2થી ચાર વાગ્યાના સમયગાળામાં જંબુસર બાયપાસથી હૂસેનિયા સોસાયટી સુધી પોલીસે પિછો કરી બન્નેને દબોચ્યાં હતાં. બનાવને પગલે તેમણે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ શિફ્ટ કારમાં બે શખ્સો હથિયાર લઇને ફરે છે અને તેઓ દેરોલથી ભરૂચ તરફ આવી રહ્યાં છે. જેના પગલે ટીમે જંબુસર બાયપાસ ચોકડી પાસે વોચ ગોઠવતાં બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં ટીમે તેનો પિછો કરી હુસેનિયા સોસાયટ નજીક ફાટક પાસે કારને રોકી હતી.
એક ગુજરાતી ચલાવતો હતો ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક, જાણો કઈ રીતે થયો પર્દાફાશ
કાર ચાલક અને તેના સાથીનું નામ પુછતાં કાર ચલાવનાર નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર ઇમરાન શોકત ખીલજી (રહે. વસીલા સોસાયટી) તેમજ તેની સાથેના શખ્સનું નામ સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક પટેલ (રહે. ઝીનત બંગ્લોઝ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેમનું ચેકિંગ કરતાં ઇમરાન ખિલજીએ એક પિસ્તલ તેના પેન્ટમાં પાછળના ભાગે ખોંસી રાખેલી મળી આવી હતી. જેમાં બે જીવતાં કારતૂસ પણ મળ્યાં હતાં.
આ ઉપરાંત સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક પટેલે પણ તેના કમરના ભાગે એક છરો જ્યાર પેન્ટના ખિસ્સામાં એક રામપુરી ચપ્પુ મુકેલું મળી આવ્યું હતું. ટીમે મારક હથિયારો તેમજ કાર મળી કુલ 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આચાર્યની હેવાનિયત: વિદ્યાર્થીઓને નગ્ન કરી વિકૃતિની તમામ હદો કરતો પાર, વીડિયો વાયરલ
બે વર્ષ પહેલાં અમદાવાદથી પિસ્તોલ લાવ્યાની આરોપીઓની કબૂલાત
પ્રાથમિક પુછપરછમાં ઇમરાન ખીલજીએ જણાવ્યું હતું કે, તેણે બે વર્ષ પહેલાં અમદાવાદના સીટીએમ ખાતેથી ઇન્તેજાર નામના શખ્સ પાસેથી 10 હજારમાં પિસ્તલ-3 કારતૂસ ખરીદ્યા હતાં. કારમાંથી એક કારતૂસનું ખોખુ મળતાં તે અંગે તેમણે જણાવ્યું હતું કે, દેરોલ કે તેની આસપાસ તેમણે પિસ્તલ ચાલે છે કે નહીં તે ચેક કરવા હવામાં ફાયરિંગ કર્યું હોવાનું કબુલ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે