Home> Gujarat
Advertisement
Prev
Next

ગોધરા હત્યાકાંડના 20 વર્ષ, આજે પણ ગોધરા સ્ટેશન પર ઉભો છે સળગતો ડબ્બો

27 ફેબ્રુઆરી, 2002 ના રોજ 20 વર્ષ પહેલા સમગ્ર દેશ હચમચી ગયો હતો. કોઈ વિચારી પણ ન શકે તેવી આ ઘટના હતી. જેમાં 59 લોકો જીવતા ભૂંજાયા હતા. સળગતો ડબ્બો એ ગોધરા હત્યાકાંડની નિશાની બની ગયો છે. આજે પણ એ ગોઝારી ઘટના યાદ આવે નજર સામે સળગતો ડબ્બો યાદ આવે છે. સાબરમતી એક્સપ્રેસનો એસ-6 ડબ્બો આજે પણ એવો ને એવો સચવાયેલો છે. 20 વર્ષ બાદ આજે પણ એ ડબ્બો ગોધરા સ્ટેશન પર એકબાજુ સચવાયેલો છે, જે ગોધરા હત્યાકાંડની નિશાની છે. 

ગોધરા હત્યાકાંડના 20 વર્ષ, આજે પણ ગોધરા સ્ટેશન પર ઉભો છે સળગતો ડબ્બો

ઝી મીડિયા/બ્યૂરો :27 ફેબ્રુઆરી, 2002 ના રોજ 20 વર્ષ પહેલા સમગ્ર દેશ હચમચી ગયો હતો. કોઈ વિચારી પણ ન શકે તેવી આ ઘટના હતી. જેમાં 59 લોકો જીવતા ભૂંજાયા હતા. સળગતો ડબ્બો એ ગોધરા હત્યાકાંડની નિશાની બની ગયો છે. આજે પણ એ ગોઝારી ઘટના યાદ આવે નજર સામે સળગતો ડબ્બો યાદ આવે છે. સાબરમતી એક્સપ્રેસનો એસ-6 ડબ્બો આજે પણ એવો ને એવો સચવાયેલો છે. 20 વર્ષ બાદ આજે પણ એ ડબ્બો ગોધરા સ્ટેશન પર એકબાજુ સચવાયેલો છે, જે ગોધરા હત્યાકાંડની નિશાની છે. 

fallbacks

ઈતિહાસમાં અનેક એવી ઘટનાઓ બની છે, જેના પુરાવા આજે પણ છે. જલિયાવાલા બાગથી લઈને અનેક હત્યાકાંડોની નિશાની સચવાયેલી છે. ત્યારે ગોધરા હત્યાકાંડની નિશાની આજે પણ ગોધરામાં છે. જે ગોધરા હત્યાકાંડની સાક્ષી છે. સાબરમતી એક્સપ્રેસનો એ એસ-6 રેલવે ડબ્બો, જેને સળગાવવામાં આવ્યો હતો અને તેમાં 59 કારસેવકો મોતને ભેટ્યા હતા, તે આજે પણ ગોધરા સ્ટેશનના એક ખૂણામાં પડ્યો છે. જેની પાસે ચોવીસ કલાક ચોકી પહેરો હોય છે. 

ગોધરા હત્યાકાંડ બાદ અનેક મહિનાઓ સુધી તપાસ ચાલી હતી. તેના વર્ષો બાદ આ એસ-6 ડબ્બો ખસેડીને બાજુ પર મૂકવામાં આવ્યો હતો. જે આજે પણ ત્યા મોજૂદ છે. આ ડબ્બો આજે પણ સળગેલી હાલતમાં ત્યાં મોજૂદ છે. જે 59 કારસેવકોની ચીચીયારીઓ અને મોતનો સાક્ષી છે. 

દર વર્ષે ગોધરા હત્યાકાંડની વરસી પર સ્થાનિક લોકો દ્વારા કોચ પાસે આવીને ફૂલહાર કરવામાં આવે છે અને કારસેવકોની આત્માને શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. તેઓને શ્રદ્ધાંજલિ અપાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More