Home> Gujarat
Advertisement
Prev
Next

Big Breaking: સાવલી BJPમાં ભડકો, નગરપાલિકાના 23 અને તાલુકા પંચાયતના 17 સભ્યોના રાજીનામા

સાવલી (Savli)નાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) ને સાવલીના ભાદરવા ગામે મળશે જો કે આ મુલાકાતના સ્થાન અંગે પણ હજુ સસ્પેન્સ ચાલી રહ્યું છે.

Big Breaking: સાવલી BJPમાં ભડકો, નગરપાલિકાના 23 અને તાલુકા પંચાયતના 17 સભ્યોના રાજીનામા

ઝી બ્યુરો, અમદાવાદ: સાવલી (Savli)નાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) ને સાવલીના ભાદરવા ગામે મળશે જો કે આ મુલાકાતના સ્થાન અંગે પણ હજુ સસ્પેન્સ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે કેતન ઈનામદારે મોટું નિવેદન આપતા એમ પણ કહ્યું કે એમજીવીસીએલના એમડી ભટ્ટ (ટી.વાય. ભટ્ટ) સામે પગલાં ભરો. એમજીવીસીએલના એમડીએ જનપ્રતિનિધિનું અપમાન કર્યું છે. હવે આ સમગ્ર મામલે મોટો ઘટનાક્રમ ઘટ્યો છે. નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યો રાજીનામા આપી દીધા છે. નપાના સભ્યો બાદ તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત સાવલી એપીએમસી 14 અને દેસર એપીએમસીના 14 સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે. 

fallbacks

BJPના નારાજ ધારાસભ્યે MGVCLના ભટ્ટ જેવા અધિકારીઓને સીધા કરી પગલાં લેવાની કરી માગણી

અત્રે જણાવવાનું કે આ અગાઉ કેતન ઇનામદારે Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે તેમણએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓએ ઉપર સુધી રજુઆતો કરવા છતાં પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે Zee 24 Kalak સાથેની વાતચીતમાં સૌરભ પટેલે અનેક મહત્વના ખુલાસા કરતા રાજીનામાનું સાચું કારણ પણ સામે આવ્યું છે. 

રાજીનામાનું સાચું કારણ
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે એકાએક રાજીનામું ધરી દેતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ હાઈકમાન્ડ હવે કેતન ઈનામદારને મનાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે zee ૨૪ kalakએ એ સત્ય શોધી કાઢ્યું કે આખરે રાજીનામું આપવા પાછળ સાચું કારણ શું છે? ખાસ કરીને સાવલી નગરપાલિકાનું લાઈટ કનેક્શન કપાઈ જતા તેને ફરી શરુ કરવા ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે કેતન ઇનામદારે વાત કરી હતી અને સૌરભ પટેલે નિયમ બતાવ્યા હતા. આખરે બંને વચ્ચે શું વાતચીત થઇ હતી અને રાજીનામાં સુધીની નોબત કેમ આવી તેની આખી વિગતો આ પ્રમાણે છે. 

EXCLUSIVE: કેતન ઈનામદારનું કેમ પડ્યું રાજીનામું? હવે સાચું કારણ આવ્યું સામે

કેતન ઈનામદાર: મેં મંત્રી સૌરભ પટેલ જોડે સાવલી નગર પાલિકાની લાઈટ બીલ અંગે વાત કરી હતી.
સૌરભ પટેલ: બે દિવસ પહેલા કેતન ઈનામદારનો ફોન આવ્યો હતો સાવલી પાલિકાની લાઈટ મુદ્દે.

કેતન ઈનામદાર: મેં નગરપાલિકાની લાઈટ ફરી શરુ કરવા સૌરભભાઈને રજૂઆત કરી હતી 
સૌરભ પટેલ: બીલ 50 થી 60 લાખ જેટલું હતું એટલે મેં ભરવા કહ્યું હતું.

કેતન ઇનામદાર: મેં નિયમ મુજબ 10% રકમ ભરવાની તૈયારી બતાવી હતી 
સૌરભ પટેલ: મેં ચીફ ઓફિસરને બીલ લઈને આવવા કહ્યું હતું 

ઇનામદારV/S ઇમાનદાર: ભટ્ટ સાહેબે કાયદો પાળ્યો, કેતન ભાઇએ વટ્ટનો મુદ્દો બનાવ્યો?

કેતન ઈનામદાર: પાલિકા અગર બાકી નીકળતી રકમના 10% રકમ ભારે to કનેક્શન ફરી શરુ કરી શકાય 
સૌરભ પટેલ: રકમ મોટી હતી એટલે નિયમ મુજબ કાર્યવાહી કરવા અમે તૈયાર હતા.

કેતન ઇનામદારના રાજીનામાં મુદ્દે આ મુખ્ય કારણ હતું અને આના લીધે જ કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું હતું, જોકે બાદમાં સમગ્ર સાવલીના પ્રશ્નોને આગળ ધરીને પોતે રાજીનામું આપ્યાની વાત કરી હતી.  

જુઓ LIVE TV

કેતન ઇનામદારનો પક્ષને પત્ર
કેતન ઇનામદારે પોતે લખેલા પત્રમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે, હું જે જનતાનો પ્રતિનિધિ છું તેનાં જ કામો નથી થઇ રહ્યા. મારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ તેમની અવગણના થઇ રહી હોવાનું તેમણે રટણ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ પણ તેમની અવગણનાં કરતા હોવાનો વસવસો ઠાલવ્યો હતો. હાલ તો તેમનાં રાજીનામાને પગલે સમગ્ર ભાજપ અને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. તેમને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ કક્ષાનાં નેતાઓને તેમનાં સાવલી ખાતેનાં નિવાસ સ્થાને દોડાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More