Home> Gujarat
Advertisement
Prev
Next

મારો મૃતદેહ ઘરે આવે તો ગળે લગાડી લેજો, 28 લાખનું દેવું થતાં 25 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું

Amreli News: અમરેલી જિલ્લામાં એક 25 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીએ આપઘાત પહેલા પોતાના માતા-પિતાને સંબોધીને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં યુવતીએ પોતા પર થઈ ગયેલા દેવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

 મારો મૃતદેહ ઘરે આવે તો ગળે લગાડી લેજો, 28 લાખનું દેવું થતાં 25 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું

અમરેલીઃ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની એક 25 વર્ષીય યુવતીએ અનાજમાં નાખવાની દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ભૂમિકા સોરઠિયા ખાંભાની ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. દેવાના બોજ તળે આવી જતાં તેણે ઓફિસમાં આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો.

fallbacks

ઘટનાની જાણ થતાં યુવતીને ખાંભાની હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, ત્યારબાદ તેને રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ આપઘાત પહેલાં પોતાના માતા-પિતાને સંબોધીને એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે 28 લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાને પગલે ખાંભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

યુવતીએ આત્મહત્યા પહેલાં લખેલી સુસાઇડ નોટમાં પોતાની વેદના સ્પષ્ટપણે વર્ણવી છે. નોટમાં લખ્યું છે કે: 
'મમ્મી પપ્પા, હું સુસાઇડ કરું છું મને તમારાથી કોઇ વાંધો નથી. મારા પર 28 લાખ રૂપિયાનું દેવું થયું છે. એટલે આત્મહત્યા કરું છું. મારાથી આ દેવું સહન થતું નથી એટલે આ આ પગલું ભરું છું હું બસ તમારા માટે એક સારી જીંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ બધુ ઉંધુ થયું. મારા ઉપર દેવું થઇ ગયું. આ દેવું Shine.Com કંપનીમાંથી થયું છે. જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઇ લેજો. મારા મર્યા પછી IIFL માંથી તમને 5 લાખ રૂપિયા મળી શકશે. એની પ્રોસેસ કરીને લઇ લેજો. મને માફ કરી દેજો, મારા લીધે તમે હેરાન થશો. મમ્મી મારી છેલ્લી ઇચ્છા છે કે, મારી ડેડબોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો. પ્લીઝ મારી છેલ્લી ઇચ્છા પુરી કરી દેજોને.'

માફી સાથે 
તમારી ભૂમિ 

તપાસનો ધમધમાટ શરૂ કરતાં જાણવા મળ્યું છેકે મૃતક યુવતી પર સતત માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો પરિવારે આરોપ પણ લગાવ્યો છે.. ત્યારે જોવાનું રહે છેકે સમગ્ર કેસમાં તપાસમાં આખરે સામે શું આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More