Home> Gujarat
Advertisement
Prev
Next

4 મહિના પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 રહેવાસીઓની આખરે વતનવાપસી થઈ

લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 લોકો મોડી રાત્રે પરત ફરતા આખરે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડી રાત્રે તમામ 26 લોકો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે પરત ગોધરા ફર્યા હતા. ત્યારે ગોધરા રેલવે સ્ટેશન ખાતે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગત ફેબ્રુઆરી મહિનામાં લગ્ન પ્રસંગમાં આ લોકો હાજરી આપવા પાકિસ્તાન ગયા હતા. પરંતું તમામ લોકો લોકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી પાકિસ્તાનમાં ફસાયા હતા. 

4 મહિના પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 રહેવાસીઓની આખરે વતનવાપસી થઈ

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 લોકો મોડી રાત્રે પરત ફરતા આખરે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડી રાત્રે તમામ 26 લોકો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે પરત ગોધરા ફર્યા હતા. ત્યારે ગોધરા રેલવે સ્ટેશન ખાતે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગત ફેબ્રુઆરી મહિનામાં લગ્ન પ્રસંગમાં આ લોકો હાજરી આપવા પાકિસ્તાન ગયા હતા. પરંતું તમામ લોકો લોકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી પાકિસ્તાનમાં ફસાયા હતા. 

fallbacks

શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા

આ તમામ ગોધરાવાસીઓએ ગત 26 જૂનના રોજ વાઘા અટારી બોર્ડર ક્રોસ કરી ભારત પ્રવેશ લીધો હતો. બાદમાં અમૃતસર આર્મી કેમ્પમાં તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા હતા. પાકિસ્તાન ફસાયેલ લોકોએ વીડિયો વાયરલ કરી ભારત સરકાર પાસે લગાવી મદદની ગુહાર લગાવી હતી. જેના બાદ તમામ લોકોનો ભારત પરત ફરવાનો માર્ગ મોકળો બન્યો હતો. પાકિસ્તાનથી પરત ફરેલ લોકોએ ખુશી વ્યક્ત કરી અને મદદરૂપ થવા બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

અત્યંત ચમત્કારિક છે આ વૃક્ષોના મૂળિયા, રત્નો કરતા પણ વધુ ફળ આપે છે 

ગોધરાના 26 રહીશો કરાંચીના ગોધરા કોલોનીમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી અટવાયા હતા.. પરિવાર વગર જ પાકિસ્તાનમાં અટવાયેલા લોકોએ રમજાન અને ઈદ પણ ત્યાં મનાવી હતી. પરત ફરવા માટે 4 જૂનની અમૃતસરથી ગોધરાની ટ્રેનની ટિકીટનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હતું. પરંતુ સમયાંતરે ભારત અને પાકિસ્તાનમાં લોકડાઉનની અલગ અલગ તારીખો જાહેર થતા ગોધરાના આ નાગરિકો અટવાયા હતા. ત્યારે તેઓએ એક વીડિયો જાહેર કરીને લાહોરથી વાઘા બોર્ડર ક્રોસ કરવાના પ્રશ્ન અંગે ભારત સરકાર મદદ કરે તેવી અપીલ કરી હતી. 

પાકિસ્તાનથી પરત આવેલ ગોધરાવાસી ઈશાક બોકડાએ જણાવ્યું કે, રિસેપ્શનમાં અમે ભાગ લેવા પાકિસ્તાન ગયા હતા. લોકડાઉનને કારણે પરત ફરવુ મુશ્કેલ બન્યું હતું. સમયાંતરે સરકારની મદદથી અમારી માટે આવવાનો રસ્તો મોકળો કરાયો હતો. બે દિવસ પહેલા અમારા રિપોર્ટ નેગેટિવ આવતા અમને ગઈકાલે સાંજે ત્યાંથી મુક્ત કરાયા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા અમને હાશકારો થયો હતો. કારણ કે, અમારા કારણે અહીં આવીને અમારા સ્વજનો તથા ગોધરાવાસીઓમાં કોઈ મહામારી ન ફેલાય તેવો અમને ડર હતો. પણ રિપોર્ટ નેગેટિવ આવતા ડર ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More