Home> Gujarat
Advertisement
Prev
Next

વેપારીને એક નાનકડો મીઠો ઝગડો 26 લાખ રૂપિયામાં પડ્યો, એક્ટિવાએ એવો દગો દીધો કે

તમારી ગાડી તમે મારી એક્ટિવા સાથે કેમ અથડાવી તેમ કહીને ગઠીયાઓએ ગાડી ચાલકને ભરમાવ્યો હતો. આ દરમિયાન ગઠીયાઓ ગાડીમાં રહેલી 26 લાખથી વધારેની રકમ લઇને ફરાર થઇ ગયો હતો. જ્યારે માથાકુટ પુરી કરીને વેપારી ગાડીમાં આવ્યો ત્યારે તેને ખબર પડી હતી કે, તેને આ નાનકડો અકસ્માત લાખો રૂપિયામાં પડ્યો છે. નિકોલમાં રહેતા અને દરિયાપુર હાર્ડવેર ટ્રેડિંગની ઓફીસ ધરાવતા પ્રવીણભાઇ પટેલ આર.કે આંગડીયા પેઢીમાંથી 26.70 લાખ રૂપિયા એક બેગમાં મુકીને ડ્રાઇવર સીટની બાજુમાં મુકીને સ્વસ્તિક ચાર રસ્તા નવરંગપુરા ચાર રસ્તા તરફ જઇ રહ્યા હતા. 

વેપારીને એક નાનકડો મીઠો ઝગડો 26 લાખ રૂપિયામાં પડ્યો, એક્ટિવાએ એવો દગો દીધો કે

અમદાવાદ : તમારી ગાડી તમે મારી એક્ટિવા સાથે કેમ અથડાવી તેમ કહીને ગઠીયાઓએ ગાડી ચાલકને ભરમાવ્યો હતો. આ દરમિયાન ગઠીયાઓ ગાડીમાં રહેલી 26 લાખથી વધારેની રકમ લઇને ફરાર થઇ ગયો હતો. જ્યારે માથાકુટ પુરી કરીને વેપારી ગાડીમાં આવ્યો ત્યારે તેને ખબર પડી હતી કે, તેને આ નાનકડો અકસ્માત લાખો રૂપિયામાં પડ્યો છે. નિકોલમાં રહેતા અને દરિયાપુર હાર્ડવેર ટ્રેડિંગની ઓફીસ ધરાવતા પ્રવીણભાઇ પટેલ આર.કે આંગડીયા પેઢીમાંથી 26.70 લાખ રૂપિયા એક બેગમાં મુકીને ડ્રાઇવર સીટની બાજુમાં મુકીને સ્વસ્તિક ચાર રસ્તા નવરંગપુરા ચાર રસ્તા તરફ જઇ રહ્યા હતા. 

fallbacks

લીમખેડામાં ગમખ્વાર અકસ્માત, માતા પુત્રીના ઘટના સ્થળે જ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ દરમિયાન હરિઓમ રેસ્ટોરન્ટ પાસે સાંજના સાતેક વાગ્યાની આસપાસ એક એક્ટિવ ચાલક ડ્રાઇવર સાઇડથી અચાનક આગળ આવી ગયો હતો. તમે મારી એક્ટિવા સાથે ગાડી કેમ અથડાવી તેમ કહીને ઝગડો શરૂ કર્યો હતો. આમ કહીને તેણે ઉગ્ર રીતે બોલાચાલી શરૂ કરી હતી. જો કે તે ત્યાં વ્યસ્ત હતા તેટલા સમયમાં જ બીજી તરફથી આવેલા બે ગઢીયાઓ દ્વારા બાજુમાં પડેલો લાખોની રૂપિયાની કિંમતનો થેલો લઇને ફરાર થઇ ગયા હતા. જો કે આનો અંદેશો વેપારીને ખુબ જ મોડો આવ્યો હતો. 

અમદાવાદમાં તમારા સૈન્યને જાણો કાર્યક્રમનું આયોજન, જાણો જવાનો કેટલી વિષમ સ્થિતિમાં બજાવે છે ફરજ

વેપારીએ આ અંગેની ખબર પડતા આ ગઠીયાઓનો પીછો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. સ્વિસ્તિક ચાર રસ્તાથી સ્ટેડિયમ છ રસ્તા સુધી તેમણે આ ગઠીયાની ગાડીનો પીછો પણ કર્યો હતો. જો કે ત્યાર બાદ ટ્રાફીકના કારણે ગઠીયાઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. વેપારીએ આખરે પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી. જેના પગલે પોલીસ પણ આટલી મોટી ચોરીની ઘટનાથી દોડતી થઇ છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More