Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ગરબે રમતી ગોપીઓ સાથે રોમિયોગિરી કરવાનું ભારે પડ્યું

મહીલા પોલીસની આ ટીમમાં 250 જેટલી મહીલા પોલીસ સામેલ હતી. જે ટ્રેડિશનલ ડ્રેસમાં લોકોની વચ્ચે જઇને ગરબા રમતા અને અન્ય યુવતીઓ મહીલાની સુરક્ષા કરતાં હતાં.

અમદાવાદમાં ગરબે રમતી ગોપીઓ સાથે રોમિયોગિરી કરવાનું ભારે પડ્યું

ઉદય રંજન, અમદાવાદ: નવરાત્રી દરમિયાન ગરબે ઘુમતી ગોપીઓ સાથે રોમિયો ગીરી કરવાનું કેટલાક રોમિયોને ભારે પડ્યું છે. યુવતીઓ સુરક્ષિત રહીને નવરાત્રીનો તહેવાર મનાવી શકે તે માટે પોલીસ દ્વારા મહીલા પોલીસની એન્ટી રોમિયો સ્કવોર્ડ બનાવાઈ હતી. આ સ્ક્વોર્ડ સમગ્ર અમદાવાદના પાર્ટી પ્લોટ હોય, ક્લબ હોય કે પછી શેરી ગરબા તમામ આયોજન સ્થળોએ પહોંચી જતી હતી. ચાલુ ગરબા દરમિયાન યુવતીઓ સાથે રોમિયોગીરી કરતા યુવાનોને તેઓ ઝડપી લેતા હતા.

fallbacks

નવરાત્રી દરમિયાન યુવતીઓને પરેશાન કરતાં યુવાનોને પકડવા માટે શહેર પોલીસ દ્વારા ખાસ એન્ટી રોમિયો સ્ક્વોર્ડ અને ડિકોય ટીમનું આયોજન કર્યું હતું. મહીલા પોલીસની આ ટીમમાં 250 જેટલી મહીલા પોલીસ સામેલ હતી. જે ટ્રેડિશનલ ડ્રેસમાં લોકોની વચ્ચે જઇને ગરબા રમતા અને અન્ય યુવતીઓ મહીલાની સુરક્ષા કરતાં હતાં. નવ દિવસમાં પોલીસે અલગ વિસ્તારમાં 134 જેટલા કેસ કર્યાં છે. તેમજ 278 જેટલા રોમિયોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

સમગ્ર અમદાવાદ શહેરમાં રોમિયોગીરી કરતાં સૌથી વધુ રોમિયો રીવરફ્ર્ન્ટ પરથી પકડાયા છે. રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસએ 29 રોમિયો જ્યારે રિવરફ્ર્ન્ટ વેસ્ટ પોલીસએ 32 જેટલા રોમિયોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ વર્ષે રોમિયોને પકડવા માટે મહીલા હેલ્પલાઇન 181ની 10 ટીમો જ્યારે સુરક્ષા સેતુની 5 ટીમો બનાવવામાં આવી હતી. જે પણ મહીલા હેલ્પ લાઇન પર સંપર્ક કરે કે તરત જ આ ટીમ મહીલા પાસે પહોચીને તેને મદદ કરતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More